Shiv Puran in Gujarati – શતરુદ્ર સંહિતા

Shiv Puran in Gujarati has been translated into various languages to reach a wider audience.

Shiv Puran in Gujarati – શતરુદ્ર સંહિતા

શૌનકજીએ સુતજીને કહ્યું તમે મને શિવજીના લગ્ન અને યુધ્ધ અંગે અનેક સુંદર આખ્યાન સંભળાવ્યા હવે તમે મને ભગવાન શંકરના અવતારોની ગાથા સંભળાવવાની કૃપા કરો સુતજીએ કહ્યું ક આ રહસ્પભરી કથાઓ સાંભળવા માટે સનતકુમારજીએ નંદીશ્ધરજને પ્રાર્થના કરી હતી.

જે કંઈપણ તેમણે સંભળાવ્યુ તમને સંભળાવુ છું. તમે ખુબજ ધ્યાન પૂર્વક સાંભળો. નંદિશ્ધરજીએ કહ્યું કे શેતલોહિત નામના ઓગણીસમાં કલ્પમાં શિવજનો પહેલો સવોજાત નામનો અવતાર થયો.તે સમયે પરબ્રહ્મનુ ધ્યાન કરતા શ્વેત લોહિત નામના કુમાર બ્રહ્માજી શિખામાંથી નિકળ્યા બ્રહ્માજી તેને સધોજાત શિવ જાણીને તેને પ્રસન્ન કરવા માટે વારે-વારે તેમનુ ચિંતન કરવા લાગ્યા તેમના ચિંતનથી નંદન,સુનંદન,વિશ્યનંદન,ઉ૫નંદન ના.ના અનેક કુમાર ઉત્પન્ન થયા.ત્યારબાદ બ્રહભ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની શક્તિ સઘ્યોજાત દ્વારા પ્રદાન કરવામાં આવી.

બ્રહ્માજીન ઉં ઉં નામના વીસમાં કલ્પમાં રક્તવર્ણા થઈ ગયા પછી તેમને સમાન રક્તકાઁા નેત્ર લઈન રક્તવર્ણનો એેક કામદેવ નામનો પુત્ર થયો. તેને સાक્ષાત ગિવ જાણીને બ્રહ્માજએ તેની સ્તુતી કરી આ રક્તવર્ણ બાળકથી વિવાહ,વિશોધ’ વિરજ અને વિશ્વભાવન નામના ચાર પુત્ર ઉત્પન્ન થયા. ત્યારે કામદેવ શિવે બ્રહ્માજને સૃષ્ટી બનાવવાની આજા આપી.

બ્રહ્માજી પીતવાસ નામના એકવીસમાં કલ્પમાં પીત વર્ણના થઈ ગયા. તેમણે પીળા વસ્ત્ર ધારણ કર્યા જ્યારે તેમણે એક પુત્રની કામના કરી તો ખુબજ મોટી ભુજાઓ વાળા મહા તેજસ્વી, તત્યપુરૂષ નામનો એક કુમાર ઉત્પન્ન થયો.બ્રહ્માજીએ તેને શિવજીનો અવતાર સમજયા તે શિવ ગાયત્રીના જા૫ કરવા લાગ્યા. તેમની પાસે ઘણા બધા કુમાર પ્રગટ થયા અને આ કુમારે સૃષ્ટી રચનાનુ સામશ્થ્ય બ્રહ્માજીને પ્રદાન કર્યુ.

ત્યારબાદ શ્રિવ નામના બાવીસમાં કલ્પમાં બ્રહ્માજીએ પુત્રની કામનાથી ત૫ કર્યુઅને એક કાળ રંગનો અત્યંત તેજસ્વી અઘોર બાળક ઉત્પન્ન થયો. બ્રહ્માજ એ તેની પણ ખુબજ સ્તુતી કરી અને તે બાળક પાસે કૃષ્ણ કૃષ્ણરૂપ, કૃષ્ણ શિખ અને કૃષ્ણ કંઠધારી ચાર મહાત્મા ઉત્પન્ન થયા. તેમણે બ્રહ્માજીને સૃષ્ટીની રચના માટે અદૂભુત ઘોર નામનો યોગ

આપ્યો.વિશ્વરૂપ નામના ત્રેવીસમાં કલ્પમાં બ્રહ્માજના ચિંતનથી સરસ્વતીનો ઉદૂભવ થયો પછી તે ઈશ્વર રૂપમાંથી પોતાની શક્તિથી મુંડી,જટી, શિખંડી અને અર્ધમંડી ચાર બાળકોની ઉત્પતિ થઈ તેમણે સૃષ્ટી ઉત્પન્ન કરવા માટે બ્રહ્માજને આદેશ આપ્યો. સનતકુમારજના અનુરોધ પર નંદીશ્વરે શિવજની આઠ મૂર્તિઓનો પણ પરિચય આપ્યો અને એ બતાવ્યું કे અષ્ટમુર્તિઓ કઈ વિશિષ્ટતાઓને લીધે વિશ્વ વિખ્યાત છે.

શર્વ-ભગવાન શંકર વિશ્વંભર રૂપમાં આખા વિશ્વને પૃથ્વી રૂપથી ધારણ કરવાને કારણે સર્વ અથવા શર્વ કહેવાયા ભવ-વિશ્વને જળ મય રૂપ અને જગતને સંજીવન આપવાવાળુ જલમય રૂપ ભવ કહેવાય છે. ઉચ્ર જગતને બહાર અને અંદર રહીને ધારણ કરી તેને સ્વંદિત કરવાવાળુ શિવનુ ઉગ્ર રૂ૫ ઉગ્ર કહેવાય છે.

ભીમ-શિવજી જ્યારે બધાને આકાશ આપવાવાળા નૃપોનો સમુહમાં ભેદક રૂપમાં સર્વદયાપક અને આકાશત્મક હોય છે. તો બીજા કહેવાય છે પશુપતિ સંપૂર્ણ આત્માઓના અધિષ્ઠાતા અને બધા ક્ષેત્રવાસી પશુઓને કાપવાળા શિવને પશુપતિ કહેવામાં આવે છે.ઈશાનુ-આકાશમાં સુર્ય રૂપમાં વ્યાપ્ત સંસારમાં

પ્રમાશ કરવાવાળા શિવ ઈશાન રૂપ કહેવાય છે મહાદેવ-રાતીમાં ચંદ્રમાં રૂપથી ધરતી પર અમૃત વર્ષા કરતા જગતને પ્રકાશ અને તૃર્રી આપતા શિવજીનુ મોહક રૂપ મહાદેવ કંંવાય છે. રૂદ જીવાત્મા રૂપ જ રૂદ્ર છે. के રીતે વૃક્ષના મૂળમાં જળ સિંચનથી વૃક્ષના પાંદડા,ફુલ,ફળ વૃગેરે બધા લીલાછમ થર્ઈ જાય છે. આ રીતે જગતના મૂથ શિવજીનુ પુજન અર્ચન કરવાથી મનુષ્યને સંપૂર્ણ પદાર્થ અત્યંત સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે.

ભગવાન શિવજી દ્વારા બ્રહ્માજની ઈఖા પુરી કરવા માટે અર્ધનારી ઘરર રૂપને ધારણ કરવાવાળા ઈતિહાસ બતાવતા નંદીશ્વરજએ કહ્યું કे હે સનતકુમારજી જ્યારે બ્રહ્માજી પોતાની માનસી સૃષ્ટિ ન વધવાને કારણે ખુબજ ચિંતિત થઈ્ઈ ગયા તો આકાશવાણી થઈ કे સૃષ્ટીનો વિસ્તાર તો મૈથુનની થશે પરંતુ તે સમયે ભગવાન શંકરે નારી રૂપને ઉત્પન્ન જન કર્યુ ન હતું. એેટલે માટે બ્રહ્માજીએ નારીરૂપ માટે ઘોર તપ કર્યુ. શિવજી પ્રસન્ન થયા અને તેમણે અર્ધનારીશ્ધર (અડધા પુરૂષ અડધી ત્ત્રી) નુ શરીર ધારણ કર્યુ. બ્રહ્માજીએ

પોતાની મનોકામના ભગવાન શંકર સામે વ્યક્ત કરી તો ભગવાન શંકરે પોતાની સ્રી શિવરૂને પોતાનાથી અલગ કરી દીધુ બ્રહ્માજીએ આ રીતે શિવજીની શક્તિને તેનાથી પૃથક થયેલી જોઈને ખુબજ કઠિનતા અનુભવી રહ્યાં હતા. બ્રહ્માજએ ભગવતીને પ્રાર્થના કરી કે તે મૈથુનની સૃષ્ટીની રચનામાં સફળતા અપાવવા માટે નારી કુળને પ્રગટ કરો. બ્રહ્માજી વાત સાંભળી શક્તિએ પોતાની ભ્રમરો વચ્ચેથી એકબીજી નારી રપ ઉે ઉત્પન્ન કરીને બ્રહ્માજીને આપી દીધી. શિવજીએ બ્રભ્માજના તપ પર પ્રસન થઈને ભગવતીને એ અનુરોધ કર્યો તો શક્તિએ બતાવ્યુ કे તે દક્ષના ધરે જન્મ લેશે અને તેમની મૈથુન સૃષ્ટીની ઈચ્છા પૂર્ણ કરશે.આવુ કહીને શિવ અંતર્ધ્યાન થર્ઈ ગયા.

નદીશ્વરજીએ સનતકુમારની જિજ્ઞાસા પર ધ્યાન રાખતા તેમને પોતાના જન્મની કથા સંભળાવી તે બોલ્યા મારા પિતા શિલાદ ઋષિને પુત્રની કામનાથી ઘણા દિવસો સુધી તપ કર્યુ. તેમના તપથી પ્રસન્ન થઈને ઈન્દ્રએ તેમને વરદાન માંગવાનુ કહ્યું. ઈન્દ્રના કહેવાથી મારા પિતા શિલાદે અયોનિજ અને મૃત્યુહિતન પુત્ર આપવાનુ વરદાન માંગ્યુ આના પર ઈન્દ્રએ કહ્યું કે આવુ વરદાન આપવાની ક્ષમતા માત્ર શિવમાં જ છે.ઈન્દ્રની વાત સાંભળીને શિલાદજએ શિવજની પુજી શરૂ કરી દીધી.એના પર ભગવાન શિવે તેમને અયોનિજ અને મૃત્યુહિન પુત્ર પ્રાપ્ત કરવાનુ વરદાન પ્રસન્નતા પૂર્વક આપી દીધુ. શિલાદ મુનિ ઘરે આવી ગયા અને તેમની યજની અગ્નિમાંથી હું પ્રગટ થયો. મને ત્રિનેત્રધારી, ચતુર્જી

અને જટા-મુગટધારીને પુત્રના ર૫માં મેળવીને મારા પિતા ખુબજ પ્રસન્ન થયા.મારા પેદા થવાથી આનંદીત થઈને તેમણે નારૂ નામ નંદી રાખ્યુ.જ્યારે हुં સાત વર્ષનો થઈ ગયો તો ત્યારે મિત્ર વરૂણ મને જોવા માટે આવ્યા અને એ વાત પર આશ્ચર્ય પ્રગટ કર્યુ કे મેં આટલી નાની ઉંમરમાં આટલુ જાન મેળવી લીધુ. તેમણે મારા પિતાને બતાવ્યું કે મારૂ એક વર્ષનુ આયુષ્ય બાકી બચ્યુ છે. તેનાથી મારા પિતા ખુબ દુ:ખી અને ચિંતિત થયા પરંતુ મેં મારા પિતાને આશ્વાસન આપ્યુ કે હું ભગવાન શંકરની સ્તુતીથી મૃત્યુ જીતી લઈશ અને એવુ કહીને હું તપ કરવા માટે મહાવનની તરફ પ્રયાણ કર્યુ.

મહાવનમાં જઈને મેં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અત્યંત કઠોર તપ કર્યુ અને તે તપથી પ્રસન્ન થઈને પાર્વતી સહિત ભગવાન શંકર મારી સામે આવ્યા. મેં તેમને પ્રણામ કરી પછી તેમની સ્તુતી પ્રારંભ કરી અને તે મારી સ્તુતીથી ઘણા પ્રસન્ન થયા. ત્યારે તેમણે બતાવ્યુ કे મિત્રાવરૂણને તો સ્વયં ભગવાન શંકરે મોકલ્યા હતા. નહીં તો હું તો તેમનો અજર-અમર પુત્ર છું ભગવાન શંકરે મને પોતાના ગણોનો અધિપતિ બનાવ્યો.

જેવા શિવજીએ કૃપા પુર્વક પોતાના ગળામાંથી એક માળા કાઢીને મારા ગળામાં નાખી દીધી હું તરત જ રૂદ્ર રૂપ શિવ બની ગયો. શિવજીએ મને પોતાની સાથે ચિરકાથ સુધી રાખવાનુ વરદાન આપ્યુ.સમય આવતા મરૂતની અત્યંત સ્વરૂપવાન રૂપવતી સુયશા નામની કન્યા સાથે મારા લગ્ન કરાવવામાં આવ્યા અમે બંને પતિ-પત્નીએ ભગવતી પાર્વતીના ચરણોમાં ભક્તિ પ્રદાન કરી અને અમે તેમની પાસે રહીને તેમના ગુણગાન કરવા લાગ્યા.

નંદિશ્ધરજીએ ભગવાન શંકરના સંપૂર્ણ ३૫૫ ભૈરવજીની ઉત્પતિની કથા સંભળાવી.તે સનતકુમારજીને બોલ્યા અનેક લોકો એવા છે જે શંકરજીની મહિમાને સમજતા નથી અને ભૈરવને તેમનુ પ્રતિરૂપ માનતા નથી. ખરેખર તો ભૈરવ તો ભગવાનનુ જ પ્રતિરૂપ છે.શિવજીની માયા અગમ્ય છે.આ અગમ્ય માયાના સંબંધમાં હું તેમની વાસ્તવિકતાનો પરિચય કરાવતા તમને એક જુની કથા સંભળાવું.

એકવાર બ્રહ્માજી સુમેરૂપ્વત પર બેઠા હતા દ્વતા લોકો તેમની પાસે આવ્યા અને તેમને વિનંતી કરી કे તે અવિનાશી તત્વ અંગે કંઈક બતાવે બ્રહ્માજ તે સમયે શિવજીની માયાથી મોહિત હતા એ કારણ એ તત્વને જાણતા હોવા છતાં પણ કહેવા લાગ્યા- એક માત્ર હું જ સંસારને ઉત્પન્ન કરવાવાળો છું હું અનાદી ભોકતા છું અજ, એકમાત્ર ઈશ્વર નિરંજન બ્રહ્મ છં હું જ સર્વાતીત પૂર્ણ બ્રહ્મ છું ત્યાં વિષ્ણુ પણ મુનઓની મંડલીમાં હાજર હતા તેમણે બ્રહ્માજીને સમજાવ્યા કે તમે મારી આજાથી જ સૃષ્ટિના રચયિતા બન્યા છો. મારો અનાદર કરીને કેવી રીતે તમે તમારી જાતને પ્રભુ સિધ્ધ કરી શકો છો ત્યારે બ્રહા અને વિષ્ગુ અલગ-અલગ રૂપથી પોતાનુ પ્રભુત્વ સાબિત કરવા લાગ્યા.

જ્યારે વિષ્ણુ અને બ્રહ્મા પોત-પોતાનુ પ્રભુત્વ સ્થાપિત કરવા લાગ્યા તો એ નિર્ણય કરવામાં આવ્યો કે વેદને પુછવામાં આવે ચારેય વેદમૂર્તિ ધારણ કરી પોત-પોતાનો મત વ્યક્ત કરવા માટે આવ્યા ઋગવેદે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કे જેની અંદર સંપૂર્ણ દભૂત નિદીત છે અને જેનાથી બધું સંચાલિત થાય છે એ પરમ તત્વ રૂ્રજ છે. યજુર્વેદ કહ્યું કे અમે વેદ પણ જેના દ્વારા પ્રમાણિત હોઈએ છીએ અને જે ઈશ્વરમાં સંપૂર્ણ યજ્ઞો તથા યાગોથી ભજન કરવામાં આવે છે તે શિવ જ છે. સામવેદે કહ્યું કे જે બધાં સંસારીઓને આકર્ષિત કરે છે જેને યોગી શોધે છે અને જેની શોભાથી આખો સંસાર પ્રકાશિત થાય છે તે ત્રંબક શિવ જ છે અથર્વવેટે કહ્યું કे જેનો સાક્ષાત્કાર ભક્તિથી થાય છે અને જે સુખ-દુ:ખાતીત પર બ્રહ્મ છે તે માત્ર શંકર છે.

વિષ્ણુજીએ વેદોના આ કથન પછી કહ્યું કે નિત્ય શિવાથી રમણ કરવાવાળા ધૂથ ધુસરિત વેશધારી, પીતવર્ણ સર્વોથી ધેરાયેલા, બળદ પર સવાર શિવજને પરબ્રહ્મ માની ન શકાય. ઑકારજીએ આ વિવાદને સાંભળી શિવજને જ નિષ્ય અને સનાતન જયોતિ સ્વરૂપ પર બ્રહ્મ ગણાવ્યા પરંતુ વિષ્ણુ અને બ્રહ્ના શિવજની માયાના બંધનમાં હોવાથી તેમણે તેમનો મત ન બદલ્યો આજ સમયે તે બંનેની વચ્ચે એક એવી વિશાળ જયોતિ પ્રગટ થઈ જેનાથી બ્રહ્માનું પાંચમુ મસ્તક સળગવા લાગ્યુ.થોડીક જ વારમાં ત્રિશુળ ધારણ કરવાવાળા નીલલોહિત ત્યાં પ્રગટ થયા અને બ્રહ્મા-અજાનથી વશીભૂત થઈ તેમને પોતાનો

પુત્ર બનાવી તેમની શરણમાં આવવા માટે કહેવા લાગ્યા. બ્રહ્માજીની ગર્વપૂર્ણ વાતો સાંભળી શિવજી ગુસ્સે થયા અને તેમણે એજ સમયે ભૈરવ ઉત્પન્ન કર્યો તેને બ્રહ્મા પર શાસન કરવાનો આદેશ આપ્યો. શિવજએ ભૈરવના ભીષણ હોવાના કારણે તથા કાળને ભયભીત કરવાવાગા તે કાળભૈરવને જે ભક્તોના પાપોનો નાશ કરવાવાળા હતા તેને પાપભક્ષક નામ આપી કાશીનો રાજા બનાવી દીધો.એ પછી કાળભૈરવે બ્રહ્માના મસ્તકને

પોતાની આંગળીઓના નખોના અચ્રમણથી કાપી નાંખ્યુ રંનાથી બ્રહહ્મા શતરૂદ્રીનો પાઈ કરવા લાગ્યા.બ્રહ્મા અને વિષ્ગુને સત્ય સમજાઈ ગયુ અને તે શિવજીના મહીમાનુ જાન કરવા લાગ્યા એનાથી પ્રસન્ન થઈ્ઈ શિવવજીએ બંનેને અભયદાન આપ્યુ અને ભૈરવને કહ્યું કे તુ બ્રહહાના કપાળને ધારણ કરી ભિક્ષા માંગતા વારાણસી ચાલ્યો જા.ત્યાંના પ્રભાવથી તું બ્રહહ્મ હત્યાના પાપથી મુક્ત થઈ જઈશ.

ભૈરવજી શિવજીની આજા મુજબ હાથમાં કપાં લઈ કાશી તરફ ચાલવા લાગ્યા તો બ્રહ હત્યા પણ તેમની પાછળ પાછળ ગઈ.વિષ્ણુજીએ તેમની સ્તુતી ફરી અને માયાથી મોહિત ન થવાનું વરદાન માંગ્યુ. જ્યારે વિષ્ણુએ બ્રહ્મ હત્યાને ભૈરવનો પીછો ન કરવાનું કહ્યું તો તેણે કહ્યું કे તેતો પોતાને પવિત્ર અને મુક્ત કરવા માટે પીછો કરી રહી છે.જેવા ભૈરવકાશી પહોંચ્યા તો તેમના હાંથમાં રહેલુ કપાલ મોચન તીર્થ પડયુ. આ તીર્થમાં આવી જે વ્યક્તિ વિધિપૂર્વક પિંડદાન અને દેવોનું તર્પણ કરે છે તે બ્રહભ્મહત્યાના પાપથી મુક્ત થઈ જાય છે.

શિવજના ચરિત્રને સંભળાવવા અને સનતકુમારજની શ્રધ્ધા જોઈ નંદીશ્ધરે તેમને તેમના કેટલાય અવતારો અંગે જણાવ્યુ આ અવતારોની સંખ્યા અનેક છે પરંતુ એકવીસ મુખ્ય છે શરમ અવતાર:- વિષ્ગુજીનો ક્રોધ નૃસિંહરૂ ધારણ કરી હિરણ્યકશિયુનો વધ કર્યા પછી પણ જ્યારે શાંત ન થયું ત્યારે દેવતાઓના આભહથી પહલાદે નૃસિંહ ભગવાનની સ્તુતિ કરી તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો. આમ છતાં તેમને સફળતા ન મળી ત્યારે દેવતાઓ ભગવાન શંકરના શરણે ગયા અને ભગવાનત શંકરે તે જવાબદારી પોતાના માથે લીધી કે નૃસિંહની જવાળાને શાંત કરી દેશે.

શિવજીએ પ્રલયકારી ભૈરવરૂપ વીરભદ્રનો શાંત વેશ ધારણ કરી નૃસિંહજ પાસે જઈ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. વીરભદ્રે જઈને તેમને કહ્યું કे તે અચાદિદેવ શંકરના આગ્રહથી તેમનો ક્રોધ શાંત કરવાના હેતુથી આ રૂપધારણ કરી આવ્યો છે. તેણે કહ્યું કે તમે જે કામ માટે આ ર૫ ધારણ કર્યુ હતું તે કામ પુરૂ થઈ ગયુ છે એથી હવે સામાન્ય થઈ જાવ. નૃસિંદે આ સાંભળી પોતાને સમસ્ત શક્તિઓના

પધતક ગણાવ્યા એને વીરભદ્રની વાતોની અવગણના કરી વીરભદ્રે વારંવાર સમજાવ્યા પછી પણ વિષ્ગુએ પોતાનો ગુસ્સો ન છોડયો આ પર શિવજી કઠડ તેજથી શરમ ર૫૫ પ્રગટ થયું અને તેણે નૃસિંહને પોતાના બાવડાઓમાં એ રીતે જકડી લીધો કे તે વ્યાકુળ થઈ ગયો. શરમ નૃસિંહને ઉપાડી કૈલાસ પર લઈ્ઈ ગયા અને વૃષભની નીચે નાંની દીધો તેણે નૃસિંહના બધા અંગો પોતાના લયમાં કરી દીદા એનાથી દેવતાઓનો ભય દૂર થયો અને તે શંકરની સ્તુતિ કરવા લાગ્યા.

ગૃહપતિ અવતાર:-નર્વપુર નામનું એક રમણીયનગર નર્ભદામદીના કિનારે આવેલુ હતું તેમાં શિવજીના ભક્ત વૈદ્घાનરુુન રહેતા હતા તેમણે તેમની પતિવ્રતા સ્ર્રીની સેવાથી પ્રસન્ન થઈ વરદાન માંગવા માટે કહ્યું ત્યારે તેણે કહ્યું કे હुં મહાદેવને પુત્રરૂપમાં ઈફ્છુ છુ. આ સાંભળી વિશ્વાનર મુનિએ પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે વીરે શ્વરલિંગની કાશીમાં આવી વિધિપૂર્વક પૂજા કરી.શિવજી પ્રસન્ન થયા તેમણે મુનિને દર્શન આપ્યા અને તેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો મુનિ પ્રસન થઈ્ઈ પોતાના ધરે આવ્યા.થોડા સમય પછી તેમની પત્નીએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. જેનું નામ ગૃહપતિ રાખવામાં આવ્યુ.

એ એટલો તેજસ્વી હતો કે ત્રણે લોકમ તેનુ નામ થઈ્ई ગયુ. નારદજીએ એકવાર આવી આ દિવ્ત્યાવકતા ઉજ્જવળ ભવિષ્યની જાહેરાત કરી અને કહ્યું કે, ૧ર વર્ષની ઉંમર થવા સુધી આ બાળકને આગ અને વિજળીનો ભય રહેેે એનાથી માતા પિતાને ચિંતા થઈ પરંતુ શિવજના મહિમાના કારણે તે સ્વસ્થ બની ગયા. આ તરફ ગૃહપતિએ કાશીમાં જઈ વિશ્ચેશ્વર લિંગની પૂજા કરી.

ઈન્દ્ર તેના તપથી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું પરંતુ બાળકે શિવજી સિવાય અન્ય કોઈ પાસે કાંઈ પ.ણ માંગવાનો ઈનકાર કરી લીધો. ત્યારે ક્રોધિત થઈઈ ઈન્દ્રે તેની પર વ્રજથી પ્રહાર કર્યો. બાળક મૂર્છિત બની ગયો. શિવજીએ પોતાના હાથોથી તેને સચેત કરી દીધો અને કહ્યું કे તેણે કોઈ ચિતા કરવી ન જોઈએ કેમકે શિવજીએ જ તેની પરીક્ષા માટે ઈન્द્રને મોકલ્યા હતા બાળક શિવજના દર્શન કરી પ્રસન્ન થઈ ગયો અને શિવજીએ તેને અજરઅમર કરી દિશાઓના અધિપતિ બનાવી દીધા.

વક્ષે શ્ધર અવતાર:-દેવતાઓના મિથ્યા અભિમાન અને મદને દૂર કરવા માટે શિવજીએ યક્ષેશ્વર અવતાર ધારણ કર્યો.જુના સમયની વાત છે કे દેવો અને हैત્યોએ મળી સમુદ્રનુ મંથન કર્યુ.એમાંથી જ્યારે વિષ નીકળ્યું તો બ્રહ્મા વગેરેની સાથે દેવતા પણ બહુ ચિંતીત થયા અને શિવજીની સેવામાં ઉપસ્થિત થયા. ભગવાન શંકરે દેવતાઓ પર કૃપા કરી વિષપાન કરવાનો સ્વીકાર કર્યો. વિષપાનથી તેમનું ગળુ ભુરૂ બની ગયુ અને તે નીલકંઠ મહાદેવ કહેવાવા લાગ્યા. સમુદ્ર મંથનમાં બીવ રત્નોની સાથે અમૃત પણ નીકળ્યું જેના માટે દેવતાઓ અને દેત્યો ઘચ્ચે ખુબ સંઘર્ષ થયો. રાહુના ભયથી પીડિત થઈ ચંદ્રમા ભાગ્યા અને ત્યારે શિવજીએ તેમને પોતાના મસ્તક પર ધારણ કર્યા તો તેમનુ નામ ચંદ્રશેખર પડયુ.

અમૃતપાન કરવાથી દેવતાઓને મદ થયો અને તે પોતાને અજેય સમજવા લાગ્યા તથા પોતાના બળની પ્રશંસા કરવા લાગ્યા તો તેમના ધમંડને દૂર કરવા માટે શિવજીએ યક્ષરૂપ ધારણ કર્યુ અને તેનાથી સામે પોતાના બળની પ્રશંસા કરી તો શિવજીએ એક તણખલુ તેમની આગળ મૂકી દીધુ અને કહ્યું કે તમે તેને કાપો.

દેવતાઓએ બધી તાકાત લગાડી કાપવા પ્રયાસ કર્યો પરંતુ તેમને સફળતા ન મળી. તેમને બહુ નવાઈ લાગી પરંતુ ત્યાં આકાશવાણી થઈ જેમાં કહેવામાં આવ્યું કે આ યક્ષ ભગવાન શંકર જ છે. દેવતાઓએ આ સાંભળ્યું તો તે સચેત બની ગયા અને પોતાના અપરાધની માફી માંગતા તેમણે શિવજીની આરાધના કરી ત્યારે મહાદેવજએ દેવતાઓને ફાન આવ્યુ અને અંર્તધ્યાન બની ગયા એકાદશરૂદ્રાવતા જુના સમયમાં જ્યારે ઈન્દ્ર અચરાવતી છોડી ભાગી ગયા ત્યારે તેમના શિવભક્ત

પિયાકશ્યપને ખૂબ દુ:ખ થયું તેમણે કાશીપુરીમાં જઈ શિવલિંગની સ્થાપના કરી અને વિશ્વેશ્વર મહાદેવનું વિધિપૂર્વક પૂજન કરી પોતાના તપથી પ્રસન્ન કર્યા શિવજી તેમના પર પ્રસન્ન થઈ ગયા અને તેમણે કશ્યપજને ખાતરી આપી કે દેવતાઓની દૈત્ય સંબંધી બાધાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે. પોતાના વચન મુજબ શિવજીએ પોતાની ગંધથી ૧ ૧ રૂદ્રોને ઉત્પન્ન કર્યા એમના નામ આ મુજબ છેકપાલી, પિંલ, ભીમ, વિરૂપાક્ષ, શાર્ર્ર, વિલોહિત, આધિપાઘ, અર્દિબુધન્ય, શંભુ, ચંડ તથાભવ એમના જન્મ પછી તેમના દ્વારા શિવજએ દૈત્યોનો વિનાશ કરાવ્યો અને દેવતાઓને તેમની અલકાપુરી પરત અપાવી દીધી.

દુર્વાસા અવતાર:-એક સમયે દ્રક્ષ નામના પર્વત પર ઋષિ અત્રીએ પોતાની પત્ની અનસૂયા સાથે કઠોર ત૫ કર્યુ.તેમના તપથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય પ્રસન્ન થયા અને તેમને એક-એક પુત્ર થવાનું વરદાન આપ્યુ આ વરદાન મુજબ બ્રહ્માના અંશથી ચંદ્રમા, વિષ્ગુના અંશથી દુર્વાસાને અનસૂયાએ પોતાના ઉદરથી જન્મ આપ્યો આજ દુર્વાસા એક વખત અંબરોષની પરીક્ષા લેવા ગયા.અંબરીષે બારસની તિથી આવતા અતિથીના રપપમાં આવ્યા અને નહાવા ગયેલા

દુર્વાસાની રાહ જોયા વગર પારાયણ કરી લીધુ આ જાણી દુર્વાસા ક્રોધથી પાગલ થઈ્ઈ ગયા તેમના વિના કારણ ક્રોધ સામે રાજાની રક્ષા માટે જેવુ સુદર્શન ચક્ર દુર્વાશાની તરફ આગથ વધ્યુ ત્યાંજ આકાશવાણી દ્વારા દુર્વાસાના વાસ્તવિક રપને વાણી તે રોકાઈ ગયો અને પછી તેણે શિવર૫ દુર્યાસાની સ્તુતિ કરો અંબરીષે પણ દુર્વાસાનું વાસ્તવિક ર૫પ જાણી લીધુ હતું એટલા માટે તેણે દુર્વાસાની પૂજા કરી અને દુર્વાસાએ પ્રેમપૂર્વક અંબરીષને ત્યાં ભોજન કર્યુ.

એક સમયની વાત છે દુર્વાસાએ રામચંદ્રજીની પરીક્ષા લીધી તે નિયમ મુજબ રામચંદ્ર સાથે એકાંતમાં વાર્તાલાપ કરી રહ્યાં હતા. રામ અને દુર્વાસાની વચ્ચે લક્ષ્મણ આવી પહોંચ્યા વચ્ચે આવવાના કારણે રામે લક્ષ્મણનો ત્યાગ કર્યો.રામચંદ્રના આત્મિથી પ્રસન્ન થઈ દુર્વાસાને તેમને એક વરદાન આપ્યુ. આજ પ્રમાણે એકવાર કૃ્ણની પણ દુર્વાસાએ પરીક્ષા લીધી હતી અને તેમની બ્રાહ્મણ ભક્તિ પર પ્રસન્ન થઈ વજની

સમાન દ્રઢ તથા શક્તિશાળી અંગવાળા થવાનું વરદાન આપ્યુ.આજ રૂપમાં દ્રોપદીએ જ્યારે એકવાર નગ્ન સ્નાન કરતા દુર્વાસાને પોતાની સાડીનો ટુકડો આપ્યો હતો જેને પહેરીને તે પાણીમાંથી બહાર નીકળ્યા હતા. ત્યારે તેમણે સંકટના સમયે દ્રૌપદીને વર્ત્ર વધવાનું વરદાન આપ્યુ હતું આ પ્રમાણે શિવજીનું દુર્વાસારૂપ અવતાર અનેક અદ્તુત કાર્ય કરતુ રહ્યું.

મહેશ અવતાર:-એકવાર શિવજી ભૈરવને દ્વારપાલના રૂપમાં નિયુક્ત કરી સ્વયં વિહાર કરવા માટે પાર્વતી સાથે અંદર ચાલ્યા ગયા.શિવજીને પ્રસન્ન કરી ઉન્મતરૂપમાં પાર્વતી જ્યારે દરવાજાની બહાર આવ્યા તો ભૈરવે તેમના અનુપમરૂ૫-સૌંદર્ય પર મુગ્ધ થઈ આસકિત ભાવ અનુભવ કર્યો.પાર્વતીએ ભૈરવના મનની વિકૃતિ જાણી લીધી અને તેને મનુષ્ય યોનિમાં પૃથ્વી પર જન્મ લેવાનો શાપ આપી દીધેલ જ્યારે ભૈરવને આત્મજાન થયું તો તેને ખુબ પશ્ચાતાપ થયો અને તે પાર્વતીની વંદના કરવા લાગ્યા.

તેમની વંદનાથી પ્રસન્ન થઈ ભગવતીના અમીર શાપ હોવા છતાં પણ તેમની ઈચ્છાથી તેને મનુષ્ય યોનિમાં વેતાલ બનવું પડયુ આ બાજુ શિવજીએ પણ તેના સ્નેહથી મુગ્ધ થઈ પાર્વતી સહિત લૌકિક ગતિના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો અહીં પૃથ્વી પર પાર્વતીનું નામ શારદા અને શિવજીનું નામ મહેશ પડયુ હનુમાન અવતાર:-જ્યારે શિવજીએ વિષ્ણુના મોહીની રૂપને જોયુ તો પોતાની લીલાશ પોતાનો વીર્યવાન કરી દીધો. ત્યારે સપ્તઋષિઓએ તેના કેટલાક પાન પર સ્થાપિત કર્યુ અને ગૌતમની પુત્રી અંજનાના ગર્ભમાં પ્રવેશ કરાવ્યો. એનાથી પ્રબળ-પરાક્રમી હનુમાજીનો જન્મ થયો. બાળપણમાં

સૂર્યને નાનુ ફળ સમજી જેવા હનુમાનજી પોતાના મોંમા નાંખવા લાગ્યા તો દેવતાઓની પ્રાર્થનાથી તેને છોડી દીધો હનુમાનજીએ બધી વિદ્યાઓનો અભ્યાસ કર્યો અને સુગ્રીવના મંત્રી બની ગયા જે પોતાની પત્નીના વિયોગમાં વ્યાકુળ બની ક્રિષ્યમૂક પર્વત પર રહેતા હતા. આજ હનુમાનજીએ પત્નીના વિયોગમાં ભટકી રહેલા શ્રીરામચંદ્રજીએ શિવજીનું પૂજન કરી સમુદ્ર પાર કર્યો અને રાવણ સાથે યુધ્ધ કર્યુ આ યુધ્ધમાં હનુમાને રામની ખુબ મદદ કરી જયારે લક્ષ્મણ મૂર્છિત થઈ્ઈ ગયા તો હંનુમાને જ સંજીવની જડી બુટ્ટી લાવી તેમને સચેત કર્યા અને અહી રાવણને મારી લક્ષ્મણ સહિત રામને બંધનથી મુક્ત કર્યા હનુમાને જ રામનું સંકટ દૂર કરી રામ અને સીતાનું મિલન કરાવ્યુ.

વૃષભ અવતાર:-પહેલાના સમયમાં દેવતા અને દૈત્ય મૃત્યુ, વૃધ્ધાય અને રોગથી ચિંતિત થઈ શિવજીની શરણમાં આવ્યા. ત્યારે તેમણે દેવતા અને દૈત્યોને એ સલાહ આપી કે વાસુકીને દોરુ બનાવી ક્ષીર સાગગ્માં મંથન કરે અને મંદરાચલ પર્વતને મથાની બનાવે.શિવજીની મદદથી દેવતા અને દેત્ય બંને પોતાના આકલમાં સફળ થયા. સમુદ્ર મંથનમાં ૧૪ રભ મળ્યા લક્ષ્મી, ચંદ્રમા, પારિપત, શંખ, કામધેનુ, કૌસ્તુભા, મણિ, અમૃત, ધન્વંતરી, ઉચ્ચૈશ્રવા, મદિરાવિષશર્ણ, કલ્પવૃક્ષ અને એરાવત આ રત્નો દેવતા અને દૈત્યોએે યથાર૫ વરણ કર્યુ દૈત્યોને બળપૂર્વક દેવતાઓ પાસેથી અમૃતકાળકા છિનવી લીધો અને પોતાના પક્ષમાં રાખી લીધો.

જ્યારે દેવતાઓ પરાજિત થઈ્ઈ ગયા તો શિવજને પાર્થના કરી. ત્યારે શિવજએ આજાથી વિષ્ણુએ મોહિનનું રૂપ ધારણ કરી દૈત્યો પાસેથી અમૃત ધીનવી દેવતાઓને પીવડાવ્યુ. દૈત્યોએ ખુબ ઉત્થાન મચાવ્યો પરંતુ વિષ્ણુએ દેવતાઓની રक્ષા કરી.કેટલાક हैત્ય પોતાની રક્ષા માટે પાતાળલોકમાં ચાલ્યા ગયા વિષ્ણુએ ત્યાં પણ તેમનો પીછો કર્યો.એમણે જોયુ કે અનેક ચંદ્રમુખી સ્ત્રીઓ છે વિષ્ગુજીએ બધા સાથે રમણ કરી યુધ્ધમાં કુશળ અનેક પુત્રોને જન્મ આપ્યો.આ પુત્રોએ પૃથ્વી પર ખુબજ ઉત્પાત મચાવ્યો તેમના ઉત્પાતથી પરેશાન થયેલા મુનિઓ બ્રહ્માજને સાથે લઈને શિવજની પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી.

બ્રહ્યા અને મુનિઓની પ્રાર્થના પર શિવજેએ વૃષભનુ રૂપ ધારણ કરીને પાતાલમાં વિવરમાં પ્રવેશ કર્યો ત્યાં તેમણે ભીષણ ગર્જના કરી. વિષ્ગુના પુત્રોએ શિવજી પર આક્રમણ કર્યો. આનાથી વૃષભ વેશધારી શિવજીએ અનેક વિષ્ણુ પુત્રોને નષ્ટ કરી દીધા અનોકને હરાવી ઘણા બધાને મારી નાખ્યા.વિષ્ણુજી પણ શિવજીની વાસ્તવિકતા

ન સમજવાને કારણે તેમના પર આક્રમણ કરવા લાગ્યા આના પર શિવજીએ પોતાને ન ઓળખનારા વિષ્ઝુ પર પણ ભયંકર આક્રમણ કરી દીધુ અને પોતાના શિંગડા તેમને પણ ધાયલ કરી દીધા. જ્યારે વિષ્ણુએ વૃષભની વાસ્તવિકતાને ઓળખી લીધી તો તેમણે શિવજીની સ્તુતી કરી અને તેમને પ્રસન્ન કર્યા વિષ્ણુએ કહ્યું કे હे પ્રભુ! હું તમારી માયાથી મોહિત થઈને તમારી સાથે યુધ્ધ કરી બેઠો ધ્કુ પરંતુ સેવક

અને સ્વામીમાં યુધ્ધ નથી થતુ.શિવજીએ વિષ્ણુના અજાનને કારણે તેમના પર ક્રોધ વ્યક્ત કર્યો અને વિષ્ગુ લજિજિત થયા તથા અપમાનીત થઈને ત્યાંથી જવા લાગ્યા.શિવજીએે તેમને રોક્યા અને તેમનુ ચક્ક ત્યાં જ રખાવીસ દીધુ પરંતુ તેમને બીજુ ચક્ર પ્રદાન કર્યુ.ત્યારબાદ વિષ્ણુજીએ શિવજને કહ્યું કे આ સુંદરીઓ સાથે તે ભલે રમણ કરે તો શિવજીએ તેમનો વિરોધ કર્યો तતtરે તેમણે જાતે જ તેના પર શાસન કર્યું અને વિષ્ણુના દર્યનુ દલન કરીને પાછા આવી ગયા.

પિપલાદ અવતાર એક સમયે દેવતાઓને વૃત્રાસુરે હરાવી દીધા હતા તો દેવતા લોકો બ્રહ્માજી સાથે ચર્ચા કરી દધીચીના આશ્રમમાં આવ્યા અને તેમની સેવા કરી.દધીચીએ પોતાની પત્ની સુર્વચાને ધરે મોકલીને દેવતાઓને તેમના આવવાનું કારણ પૂછ્યું.દેવતાઓએ બતાવ્યુ કે તે તેમની અસ્થિઓ માંગવા આવ્યા છે દવીચીએે શિવજીનુ ધ્યાન કરીને પોતાનુ શરીર ત્યાગી દીધુ અને ઈન્દ્ર જલ્દીજ કામધેનુથી તેમની અસ્થિયા કઢાવીને અને ત્વષ્યના નિરીક્ષણમાં વિશ્ધર્માને વજા રૂપ અર્ત્ર બનાવવાનો આદેશ આપ્યો બાદમાં ઈન્દ્રએ આ વજથી વુત્ર સુરનો વધ કર્યો હતો.

જ્યારે દધીચીની પ્રતિવ્રતા પત્ની ઘરની બહાર આવી તો તેણે પોતાના પતિને ન જોયા તથા સારી કથાની તેને જાણ થઈ તો તે અગ્નિમાં સળગવા માટે તૈયાર થઈ ગઈ. તેજ સમયે આકાશવાણી થઈ જેમાં કહેવામાં આવ્યું \} મુનિશ્ધરનું તેજ તમારા ગર્ભમાં હાજર છે એથી તમે આત્મદાહનો વિચાર છોડી દો.સુર્વચાએ દુ:ખી થઈને દેવતાઓને પશુ થવાની શાપ આપ્યો અને પોતાના ગર્ભને પથ્થરથી તોડી નાખ્યુ તેમના ગર્ભમાંથી દિવ્ય કાંતિ વાળો બાળક ઉત્પન્ન થયો.સુર્વચાએ તેને સાક્ષાત શિવ સમજીને પ્રણામ કર્યા સુર્વચાએ બાળક રૂ૫ શિવને પ્રાર્થના કરી કે તે પીપલના મૂળમાં

નિવાસ કરે અને તેને પતિના લોકમાં જવાની આજા આપે એટલુ કહીને તે સમાધીસ્થ થઈ ગઈ અને પોતાના પતિ સાથે ચાલી ગઈ. આ બાજુ બ્રહ્મા વગેરે બધા દેવતાઓ શંકરજના નવા અવતારને જાણીને પ્રસન્નતા પ્રગટ કરી બ્રહ્માએ તેનુ નામ પિપલાદ રાખ્યુ અને પોતાના લોકમાં ચાલ્યા ગયા પિપલાદ મુનિના રૂપમાં શિવજએ ઘપી લીલા કરી અને પછી પોતાના લોકમાં પાછાન ફર્યા. વૈશ્વનાથ અવતાર જુના સમયની વાત છે કे સુનંદા નામની એક રૂપવતી વેશ્યા નંદીશ્રામમાં રહેતી હતી. તે પોતાના વ્યવસાયમાં જીવતી હોવા છતાં શિવની ભક્ત હતતી અને રૂદ્રાક્ષ તથા વિભુતિ ધારણ કરીને શિવના નામના

જાપ કરવામાં હંમેશા તન્મય રહેતી હતી. એક દિવસ શિવજી એક વૈશ્યનુ રૂપ ધારણ કરીને તેની પરીક્ષા કરવા આવ્યા.તેમની પાસે એક સુંદર કંગન હંતું જેને મેળવવા માટે વેશ્યા પાગલ થઈ ગઈ.તેણે તે કંગન લેવા માગ્યુ અને પોતાના ધર્મ અનુસાર તેંછે પ્રસ્તાવ મુક્યો કે તે કંગનની કિંમતના બદલામાં ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ તે વૈશ્યની પત્ની બનીને તેમની સાથે રમણ કરશે. વૈશ્યરૂપધારી શિવજીએ વાતને સ્વીકારી લીધી.સુનંદાએ કંગન લઈને અતિથી વૈશ્યને એક સુંદર પથારી પર સુવડાવી દીધા એટલામાં જ ઘરમાં આગ લાગી ગઈ.તેની સુચના

મેળવવા તે વ્યાકુળ થઈ ગઈ. તેણે એ જાણ્યુ કे આ આગમાં કંગન બળી ગયુ એ કંગનને કારણે વૈશ્યએ ચિતા બનાવીને આત્મદાહ કરી દીધો વૈશ્યના સળગી જવાથી સુનંદા પોતાની પ્રતિજા પુરી કરી શકી નહીં એ કારણે તે પણ વ્યાકુળ થઈ ગઈ અને પોતાના પ્રણોનુ વિસર્જન કરવા માટે આતુર થઈ ગઈ.તેની નિષ્ઠા જોઈને શિવજી પોતાના રૂમાં પ્રગટ થયા અને પોતાના દિવ્ય દર્શનોથી તેને કૃતાર્થ કરી વરદાન માંગવા માટે કહ્યું. સુનંદાએ તેમના ચરણોમાં પડીને તેમના પ્રત્યે ભક્તિનુ વરદાન માંગ્યુ શિવજએ તથાસ્તુ કહીને તે વરદાન આપ્યુ.

દિજેશે અર અવતાર જુના સમયની વાત છે કे ભદ્રાયુ પોતાની પત્ની સીમંતી સાથે વન વિહાર માટે ગયા. એજ વનમાં શંકર અને પાર્વતી પણ દ્વિજ દંપતિના રૂપમાં વન-વિહાર માટે પહોંચ્યા ત્યાં એક મૃગરાજ અચાનક પ્રગટ થયા તેનાથી શિવજી ૩રી ગયા અને પોતાની રક્ષા માટે તે રાજાની શરણમાં ગયા રાજાએ પોતાના ભયંકર અસ્રોથી તે મૃગરાજ પર આક્રમણ કર્યુ પરંતુ તેમનુ આકમણ નિરર્થકર સિધ્ધ થયું અને તે બ્રાહ્મણની સ્રીને મોંમા દબાવીને ભાગી ગયુ.એ જોઈને બ્રાહ્મણો રાજાને ઘપુ સાચુ-ખોટુ કહ્યું અને પોતાની પત્નીના વિયોગમાં બળીને મરવા માટે તૈયાર થઈई ગયો. રાજાએ તેને પ્રાર્થના કરી કे તે આવુ ન કરે.

ત્યારે બ્રાહ્મણે રાજાની સામે એક શર્ત રાખી કे તેની પત્નીના બદલામાં પોતાની પ્રધાન રાણીને બ્રાહ્મણને દાનમાં આપી દે.રાજાએ શરણાગતની રક્ષા ન કરવાની પાપ ભાવનાથી,મુક્તિ મેળવવા માટે પોતાની પત્નીને બ્રાહ્મણને આપી દેવાનો નિશ્વય કર્યો પરંતુ દાનનો સંકલ્૫ કરીને ભદ્રાયુ પોતે ચિંતામાં સળગવા માટે તૈયાર થઈ ગયો. ત્યારે શિવજી એકાએક પ્રગટ થઈને તેને વાસ્તવિકતાનુ જ્ઞાન કરાવ્યુ તથા બતાવ્યુ કે તેની પત્ની છેવટે પાર્વતી છે અને સિંહ માયા નિર્મિત છે.

યતિનાથ અવતાર આહુકા નામનો એક શિવ ભક્ત ભીલ દંપતિ અર્બુદાચલ પર્વતની પાસે રહેતો હતો. એક સમયે ખાવાની શોધમાં આહુક ખુબજ દુર નીકળી ગયો. જ્યારે તે થાકીને ઘરે આવ્યો તો પતિના રપપમાં શિવજ તેના ધરે આવ્યા હતા. તેણે તેમનુ પુજન કર્યુ અને પતિએ ત્યાં રાત વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી તો ભીલ સંકોચમાં પડી ગયો. આહુકાએ ગૃહસ્થની મર્યાદાનુ સ્મરણ કર્યુ અને પ્રસ્તાવ રાખ્યો કे પતિ ઘરમાં આરામ કરશે

અને આહુક બહાર રહીને દેખભાળ કરશે. આહુકેએ વાત માની લીધી અને પતિને ધરમાં રહેવાની અનુમતી આપી દીધી તે ધનુષબાણ લઈને ધરની બહાર રક્ષા કરવા લાગ્યો.સવારે આહુકા અને પતિએ જોયુ તો આહુકને પશુ ખાઈ ગયા.આહુકાએ કહ્યું કે તે ચિતામાં બળીને પોતાના પતિ પાસે પહોંચી જશે. જ્યારે આહુકા ચિતામં સળગવા લાગી તો શિવજીએ પ્રગટ થઈને તેને દર્શન આપ્યા અને વરદાન આપ્યુ. આ વરદાનથીજ બીજા જન્મમાં આહુક રાજા નળ બન્યો અને આહુકા દમયંતી.

અવધુતેશ્વર અવતાર એક સમયે અન્ય દેવતાઓ સાથે લઈને બૃહસ્પતી અને ઈન્દ્ર શંકરજની પાસે આવ્યા.શિવજીએ ઈન્દ્રની પરીક્ષા લેવા માટે અવધુતનુ રૂપ ધારણ કરી લીધુ અને તેનો માર્ગ રોક્યો જ્યારે ઈન્દ્રએ તેનો પરિચય પુછયો તો પણ તે ચુપ રહ્યા ઈન્દ્રએ અવધુત પર પ્રહાર કર્યો તે પોતાનુ વજ છોડવા જ જતો હતો કे તે જડ થઈ ગયુ. ત્યારે બૃહસ્પતીએ શિવજને ઓળખી લીધા અને તેમની આરાધના કરી શિવજએ પ્રસન્ન થઈને ઈન્દ્રને ક્ષમા કરી દીધા.

સુરેશ્વર અવતાર:- વ્યાધપાદનો પુત્ર ઉપમન્યુ પોતાના મામાને ત્યાં રહેતો હતો. તે હંમેશા પીડીત રહેતો હતો એન તેને દુધ વગેરે પણ સારી રીતે મળતા ન હતા તોની માતાએ અભાવ માટે શિવજીના ચરણમાં જવા માટે શિવજીએ ઈન્દ્રનુ રૂપ ધારણ કરીને તેને દર્શન આપ્યા અને શિવજીનુ ખરાબ બોલીને વરદાન માંગવાનુ કહ્યું પરંતુ ઉપમન્યુ તેમના પર ક્રોધિત થયો અને ઈન્દ્રને મારવા માટે દોડયો.

આ રીતે શિવજીએ ઉપમન્યુના મનમાં પોતાના માટે અતુટ ભક્તિ અને શ્રધ્ધા જોઈને તેને પોતાના રૂમાં દર્શન કરાવ્યા અને ક્ષીર સાગર સમાન એક અનશ્વર સાગર પ્રદાન કર્યો. કૃષ્ણદર્શન અવતાર એક સમયે ઈક્ષ્વાકું વંશમાં શ્રાધ્ધ દેવની નવમી પેઢીમાં રાજા નભંગનો જન્મ થયો. નભંગ વિદ્યાભ્યાસ માટે ગયા અને ગુરુકુનાંથી

ઘણા સમય સુધી બ.હાર આવ્યા ત્યારે નાના ભાઈઓએ રાજ્યને એકબીજામાં ભાગ પાડી દીધા અને નભગની તરફ કોઈનુ ધ્યાન ન રહ્યુ. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેને કહેવામાં આવ્યુ કે તેનો ભાગ તો પિતા પાસે છે પરંતુ પિતા એ પણ આ વાતને ખોટી બતાર્વી તથા તેને કહ્યું કે જો તેને સમૃધ્ધ થવુ હોય તો તે યશ સંપન્ન કરે અને બ્રાહ્મોના મોહને દુર કરી તેની પાસે સમૃધ્ધિ માગે નભગ યફભૂમમાં પહોંચીને વિશ્વ દેવ સુક્તથી ભગવાન

શંકરની આરાધના અને પુજન ક્યુ તેણે યજ સંપન્ન કરાવ્યો. આંગિરસ બ્રાહ્મણ યજનું શેષ ધન નભગને આપીને સ્વર્ગમાં ચાલ્યા ગયા એજ સમયે શિવજીએ કૃષ્ગ રથમાં દર્શન આપી નભગની પરીક્ષા કરી અને કહ્યું કे બાકી ભન પર તેમનો અધિકાર છે. જ્યારે વિવાદ વધ્યો તો શિવજીએ તેના પિતા પાસે નિર્ણય કરાવવા માટે કહ્યું શ્રાધ્ધ દેવે કહ્યું કે આતો ભગવાન શંકર છે અને બાકીની વસ્તુઓ તેમની છે. જોતે ઈચ્છે તો તું મેળવી શકે છે. પિતાના શબ્દો સાંભળીને ન ભગે અનેકરીતે શિવની પુજા કરી અને તેમના આપેલા જાનથી તેની સદ્ગતિ थई.

ભિક્ષુવર્ય અવતાર એક સમયની વાત છે.વિદર્ભના નરેશ સત્યરથને દુશ્મનોએ મારી નાખ્યા અને તેમની ગર્ભવતી પત્નીએ મુશ્કેલીથી પોતાનો જીવ બચાવ્યો સમય જતા તેને એક પુત્ર જન્મ્યો અને જ્યારે રાણી તળાવના કિનારે પાણી પીવા ગઈ તો ત્યાં એક મગર દ્વારા ગળી ગઈ. તેનો પુત્ર ભુખતરસથી રડવા લાગ્યો ત્યારે ત્યાં શિવજની માયાથી એક ભિખારણ પહોંચી અને તેને બાળક પર દયા આવી શિવજીએ ભિક્ષુકનુ રૂપ ધારણ

કરીને તેને બાળક વિશે બતાવ્યુ અને કહ્યું કे તે બાળકનુ પાલન પોષણ કરી આ બાળક શિવભક્ત વિદર્ભ નરેશ સત્ય રથનો પુત્ર છે.શિવજીએ ભિક્ષુણીને પોતાના યોગના દર્શન કરાવ્યા ભિક્ષુણીએ તેમની ગર્ભવતી પત્નીએ મુશ્કેલીથી પોતાનો જીવ બચાવ્યો સમય જતા તેને એક પુત્ર જન્સ્યો અને જ્યારે રાણી તળાવના કિનારે પાણી પીવા ગઈ તો ત્યાં એક મગર દ્વારા ગળી ગઈ તેનો પુત્ર ભુખતરસથી રડવા લાગ્યો ત્યારે ત્યાં

શિવજીની માયાથી એક ભિખારણ પહોંચી અને તેને બાળક પર દયા આવી શિવજીએ ભિક્ષુકનુ ર૫ ધારણ કરીને તેને બાળક વિશે બતાવ્યુ અને કહ્યું કે તે બાળકનુ પાલન પોષણ કરી આ બાળક શિવભક્ત વિદર્ભ નરેશ સત્ય રથનો પુત્ર છે શિવજએ ભિક્ષુણીને પોતાના યોગના દર્શન કરાવ્યા ભિક્ષુણીએ તેમની આજ્ઞાથી બાળકનુ પાલન પોષણ કર્યુ જે મોટો થઈને શિવજીની કૃપાને પાત્ર બન્યો.

બ્રહ્મારી અવતાર:- આ અવતારમાં ભગવાન શંકર પાર્વતીની પરીક્ષા લેવા માટે આવ્યા હંતા જ્યારે સતીએ હિમાલય રાજને ત્યાં જન્મ લીધો અનેં શિવજને મેળવવા માટે તપસ્યા કરી ત્યારે પહેલા તો શિવજીએ સપ્રर્ષ ને પરીક્ષા કરવા મોકલ્યા અને પછી બ્રહ્મચારીના રૂપમાં પોતેજ ગયા.બ્રહ્મચારીના રૂપમાં તેમણે શિવજીની બુરાઈ કરી. જેને સાંભળીને પાર્વતીએ બ્રહચારીને ધણુ ખરૂ-ખોટુ ક્्यु. શિવે પ્રસન્ન થर્ઈને પોતાના દર્શન આપ્યા અને પછી પાર્વતી સાથે લગ્ન કરી લીધા.

કિરાત અવતાર:-અર્જુને શિવને પ્રસન્ન કરવા માટે ઘોર ત૫ કય્યું જ્યારે દુર્યોધનને ખબર પડી તો તેણે મુક हैત્યને વિધન નાખવા માટે મોકલ્યો તેણે સુવરનો વેશ ધારણ કરીને અર્જુન પર આક્રમણ કર્યુ બીજ બાજુ શિવજીએ પોતાના ભક્તની રક્ષા કરવા માટે સુવર પર બાણ ચલાવ્યુ એ સમયે શંકર કિરાતનો વેશ ધારણ કરેલો હતો. અર્જુને શિવને ન ઓળખી કહ્યું કे આ સુવર મારા દ્વારા માર્યુ ગયુ છે.

જ્યારે કિરાત વેશધારી શિવે તેના પર પોતાનો અધિકાર જમાવ્યો આ વાત પર બંનેમાં ભયંકર યુધ્ધ છેડાઈ ગયુ અર્જુનના બધા શસ્ત્ર બેકાર થઈ ગયા.નિરાશ થઈને તે પછી શિવની આરાધનામાં લાગી ગયો. જ્યારે તેણે જોયુ કે તેના દ્વારા નાંખવામાં આવેલી શિવજીની મૂર્તિની માળા કિરાતના ગળામાં પડી છે. તો તેને વાસ્તવિકતાનુ જાન થયું અને એટલામાં જ શિવજીએ તેને પોતાના દિવ્યરૂપા દર્શન કરાવ્યા અને પાશુપાત અર્ત્ર આપ્યુ.

નટ નર્યક અવતાર જે સમયે તપ લીન પાર્વતીને શિવજીએ દર્શન આપ્યા અને તેના પિતા પાસે વિધિવત તેમને માંગવાની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો તો ભગવાન શંકરે નટનર્તકનુ રૂપ ધારણ ક્યુ. તેમના ડાબા હાથમાં લિંગધારણ કર્યુ અને જમણા હાથમાં ડમરૂ લીધુ અને ખુબજ સુંદર નૃત્ય કર્યુ. તેમના નૃત્યથી ત્યાં હાજર રહેલા બધા લોકો ખુબજ પ્રસન્ન થયા ત્યારે તેના પોતે જ રે્નનો થાળ લઈને ત્યાં આપવા માટે આવી પરંતુ શિવજીએ

ભિક્ષામાં પાર્વતીને માંગ્યા તો મેના ખુબનજ ક્રોષિત થઈ્ઈ ગયા. તેમણે પોતાના નોકરોને તેમને કાઢી મુકવા માટે કહ્યું પરંતુ નોકર એવુ ન કરી શક્યાએટલા માંજ ત્યાં હિમાલય રાજ પણ આવી ગયા અને તે પણ નર્તકની માગણી પર ક્રોધે ભરાયા.થોડા સમય પછી નર્તક વેશધારી શિવજીએ પાર્વતીને પોતાનુ રૂ દેખાડી પોતાની જાતો જ આગળ ચાલ્યા ગયા.તોમના ચાલ્યા ગયા પછી મૈના અને હિમાલયરાજને વાસ્તવિકતાનુ ભાન થયું અને તેમણે પાર્વતીને શિવજને આપવા માટેનો નિર્ણય કર્યો.

વિભુ અશ્વત્યામા અવતાર:- બૃહસ્પતીના પૌત્ર અને ભારદવાજના અચોનીજ પુત્ર દ્રોણાચાર્ય એ શિવજને પોતાના તપથી પ્રસન્ન કર્યા અને તેમની પાસે તેજસ્વી પુત્ર માંગ્યો. પરિણામે યોગ્ય સમયે અશ્વત્થાનાનો જન્મ થયો.જેના બળ પર કૌરવોને ખુબ જ ગર્વ થયો.અશ્વત્યમાએ કૃષ્ણ-અર્જુન વગેરેને જોત જોતામાં પાંડવોને હરાવી દીધા.જ્યારે તેમણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો તો અર્જુને શૈવાશસ્ત્રનો પ્રયોગ કરીને તેને શાંત કરી દીધો.અશ્વત્યામાએ શિવજીના અસ્રથી ઉતરાના ગર્ભસ્થ શિશુને નીર્જીવ કરી દીધુ પરંતુ પછી ભગવાન શ્રી કૃ્ણએ શિવજીની કૃપાથી તેને ફરીથી જીવીત કર્યુ એ ઉપરાંત શ્રીકૃષ્ણ અને બધા પાંડવોએ અશ્વત્યમાનુ પુજન કર્યુ.

સાધુ અવતાર જ્યારે હિમાલય રાજે પોતાની પુત્રી પાર્વતીને શિવજને આપવાનો નિર્ણય કર્યો ત્યારે દેવતાઓને ઈર્ષા થવા લાગી અને તેમણે એ વિચાર્યુ કे કયાંય પર્વતરાજ શિવજીની કૃપાથી નિર્વાણ પથના અધિકારી ન બની જાય.જો એને શિવજની કૃપાથી બધા રત્ન મળી જાય તો પૃથ્વીની રત્નગર્મા સંજા નકામી થઈ જશે. એના પર તેમણે બૃહસ્પતી સાથે મંત્રણા કરીને બ્રહ્માજની પાસે જવાનો નિશ્ચય કર્યો અને ત્યાં શિવજીની નિંદા કરીને હીમાચલને પોતાના નિશ્વયમાંથી અલગ થવાનો અનુરોધ કરવા લાગ્યા બ્રહ્માજીએ શિવજીની

નિંદા કરવાની મનાઈ કરી દીધી પરંતુ દેવતાઓની ઘણી પ્રાર્થના કર્યા પછી બ્રહ્માજએ ક્યુ કે કોઈપણ દેવતા આવુ ન કરી શકે તમે જાતે જ શિવજીની પાસે જાવ અને તેમને પોતાની નિંદા કરવા માટે પ્રાર્થના કરો. એ સમયે શિવજએ સાધુનો વેશ ધારણ કર્યો અને હિમાલય રાજની પાસે જઈને પોતાની નિંદા કરી હિમાચલે પહેલા તો સાધુનુ સ્વાગત કર્યુ પરંતુ પછી તેને પોતાને જયોતિષી બતાવીને શિવજીનુ વિશુધ વર્ણન કર્યુ અને તેમના પુછવાથી સનતકુમારજી નંદીશ્વરજીએ બતાવ્યું કे સર્વવ્યાપક ભગવાન શંકરના બાર જયોતિલિંગ કહેવામાં આવે છે.તેમાંના નવ ખુબજ પ્રમુખ છે. બાર જયોર્તિલિંગ આ પ્રમાણે છે.

 • સૌરાષ્ટ્રમાં સોમનાથ
 • શ્રીશૈલમાં મલ્લિકાર્જુન આ ભૃગુ કક્ષ સ્થાન પર વિદ્યમાન છે અને ઉપલિંગના ર૫મં રૂદેશ્ધર કહે છે.
 • ઉજ્જૈનમાં મહાકાલેશ્વર આ નર્મદા કિનારે આવેલુ છે અને તેનુ ઉપલિંગ દુગ્ધેશ કહેવામાં આવે છે.
 • વિધ્યાંચલમાં ઓમકારેશ્વરએ બિદુ સરોવર પર આવેલુ છે અને તેનુ ઉપલિંગ કર્દમેશ કહેવામાં આવે છે.
 • હિમાલય પર્વત પર કેદારનાથ તે યમુના કિનારે આવેલુ છે તેનુ ઉપલિંગ ભૂતેશકહેવામાં આવે છે.
 • ડાકીનીમાં ભીમશંકર એ સહપાદીમાં આવેલુ છે. તેનુ ઉપલિંગ ભીમેશ્વર કહેવામાં આવે છે.
 • કાશીમા વિશ્વનાથ
 • અંબિકેશર તે ગૌતમ કિનારે આવેલુ છે.
 • અયોધ્યા પુરીમાં નાગેશ્વર તે સરસ્વતીને કિનારે આવેલુ છે અને ભૂતે શ્વર તેમનુ ઉપલિંગ છે.
 • ચિત્તાભૂમિમાં વૈદ્યનાથ
 • સેતુબંધમાં રામેશ્વર
 • દેવ સરોવરમાં ધુમેશ્વર તેનુ સ્થાન શિવાલય છે અને વ્યાબ્રેશ્વર તેમનુ ઉપલિંગ છે.

નંદીમ્વરજએ આ જયોર્તિલિંગોની પુજાનુ ફળ બતાવતા કહ્યું કે સોમનાથની પુજા કરવાથી ક્ષય અને કુષ્ઠ વગેરે રોગ દુર થાય છે મલ્લિકાર્જુનના દર્શનથી મનોવાંછિત ફળ મળે છે. મહાકાલેશ્વરના દર્શનથી બધી કામનાઓની મૂર્તિ થાય છે અને ઉત્તમ ગતી પ્રાપ્ત થાય છે.ઓમકારહિંગ ભક્તોને વાંછિત ફળ આપે છે કેદારેશર

જયોર્તિલિંગ નરનારાયણ ભૂત છે અને અભિષ્ઠ ફળ આપનારા છે ભીમશંકર ભક્તોને બધું જ આપનારા છે અને વિશ્ષેશ્યર લીંગ ભક્તિ અને મુક્તિ આપે છે કાશી વિશ્વનાથને પુજનારા કર્મ બંધનથી મુક્ત થઈ્ઈને મોક્ષના ભાગી બને છે અને તેજ રીતે અંબિકેશ્વના દર્શનથી કામનાઓની પૂર્તિ થાય છે. વૈઘનાથના પુજનથી રોગ દુર થાય છે અને સુખમાં વધારો થાય છે નાગેશ જયોર્તિલિંગથી પાપ નષ્ટ થાય છે.રામેશ્વર મુક્તિ આપનારા છે તે બધા ભક્તોની કામના પૂર્ણ કરે છે અને ધુમેશ્વરના આ સંસારના સુખો પ્રામ કરાવે છે.

Leave a Comment