Shiv Puran in Gujarati, શિવ પુરાણ ગુજરાતી, Shiv Maha Puran Gujarati Pdf

Devotees find solace and strength in the verses of Shiv Puran in Gujarati.

Shiv Puran in Gujarati – પુરાણોમાં શિવપુરાણનું મહત્ત્વ અને માહાત્મય વર્ણન

આજના જીવનમાં વર્ણવાયેલી ઘટનાઓ પર વિશ્વાસ રાખવો એક બૌદ્ધિક વ્યક્તિ માટે તર્ક સંગત માનવામાં આવતું નથી પરંતુ ભક્તિભાવની દ્ટિએ તર્કનું કોર્ઈ મહત્ત્વ હોતું નથી અને નથી આપણે આ પુરાણોને તર્કની દૃષ્ટિથી સમજવા કे વિચારવા છે એમાં કેવળ ભક્તિના ભાવની પુષ્ટિ થાય છે. તેનાથી સંતોષ પ્રામ્ત થાય છે અને મનથી અનેક દોષ નીકળી જાય છે તથા મન સ્વચ્ક થર્ઈ જાય છે.

આપણે ત્યાં પુરાણોમાં શિવપુરાણનું મહત્ત્વ સૌથી વધુ છે. આ પુરાણમાં વેદાંત અને વિશિષ્ટ જાનથી પરિપૂર્ણ બૌધ્ધિક અને પારલોકિક મનોરથને પૂરા કરવાની શક્તિ છે પારલોકિક સત્તાના વિષયમાં આજે આપણે કંઈપણ ક્હીએ પરંતુ વિરાટ પ્રકૃતિ, બ્રહ્યાંડ અને લાખો કિલોમીટર પ્રતિ સેકંડની ગતિથી દોડવાવાળા ગ્રહ-ઉપગ્રહની સ્થિતિ આપણે જાણીએ છીએ એનાથી એક બહુ મોટા રહસ્યની સૃષ્ટિ હોય છે આ રહસ્યમય. સંસારમાં શ્રધ્ધાથી જ આ બધી વાતો પર વિચાર કરી શકાય છે.

આપણા આદ્દેવ કોણ છે, એ પર આપણે ત્યાં ક્યારેય વિવાદ થયો નથી. બ્રહના, વિષ્ણુ, મહેશ વગેરે બધા દેવ છે. બ્રહ્યા સૃષ્ટિના સર્જક છે વિષ્ણુ પાલક છે અને શિવ તેનું પરિવર્તન કરવાવાળ અથવા સમામ્ત કરવાવાળા છે એટલે કે આ મૂળ એક જ શક્તિ છે, જે ત્રણ વિભિન્ન રૂપોમાં કાર્ય કરે છે એક સમયે શક્તિનું એક સ્વરૂપ બીજા સમયે બીજુ રૂ બની જાય છે. શિવ શબ્દની મહત્તા જ આપણા જીવનના ઘણા રૂપોમાં છે શિવનો અર્થ છે કલ્યાણકારી અને જે શિવ નથી તે કલ્યાણકારી નથી શિવમાં સત્ય અને સુંદર ઉપયોગી વગેરે બધું આવી જાય છે સંસારમાં શિવત્વની પ્રાપ્તિ જ મનુષ્યનું ૫રમ લક્ષ्य छે.

એક વખત તમામ સિધ્ધાંતો જાણવાવાળા, તત્વજાની સૂતજીને શૌનક વિનંતી કરી કે તેઓ તેમને પુરાણો નો સાર જ્ણાવવાની તકલીફ લે. પુરાણોના શ્રવણથી મનુષ્યના મનનો મેલ ધોવાઈ જાય છે. શૌનકજીએ કહ્યું કે, કલિયુગમાં અલ્પાયુ અને દુષ્ટ વ્યક્તિ પોતાના કલ્યાણનો કોઈ માર્ગ જોતા નથી. પરંતુ તેમના મનને પણ શુધ્ધ કરવાનો કોઈ ઉપાય હોવો જોઈએ. એટલા માટે હે પ્રભુ આપ શિવપુરાણ અંગે વિગતમાં જાાવો મહાદેવ શંકરનુ સ્વયંરૂપ આ

શિવપુરાણ મનુષ્યની શિવશુધ્ધિનો ઉત્તમ ઉપાય છે. કોઈ પણ આશક્તિ અને પુરાણોને સાંભળવા-વાંચવામાં પ્રેમનો આર્વિભાવ ભાગ્યથી જ થાય છે શિવપુરાણનું વાંચન- પઠન અને રાજ્યોથી મળનારા ફળો સમાન હોય છે શિવપુરાણનું પારાયણ કરવાવાળા ભક્ત પોતે શિવરૂ બની જાય છે મુનિગણ શિવપુરાણના વકતા અને શ્રોતાના ચરણોને પણ તીર્થના રૂપમાં માને છે.

સૂતજીએ કહ્યું કे શૌનકજી! જે વ્યક્તિ મુક્તિ ઈફ્છે છે તેણે પુરાણોનું પઠનપાઈન કરવું જોઈએ આ પુરાણ સ્વંય શંકરજીના મુખથી અમૃત રૂપમાં નિકળ્યું છે શિવપુરાણ વાંચવાવાળો કોઈપણ વ્યક્તિ પોતાના કુળને પણ અમૃત્વ પ્રદાન કરે છે સૂતજી બોલ્યા આ પુરાણમાં ર૪ હજાર શ્લોક અને ૭ સંહિતાઓ છે એમાં ફિવજજ સાથે સંબંધિત વિભિન્ન બનાવોનું વર્ણન છે.

(૧) વિધેશ્વર સંહિતા-આ સંહિતામાં ખાસ કરીને શિવજીની ભક્તિના. આધાર પર શિવ-લિંગોની સ્થાપના, શિવજીના વિભિન્ન કર્મ, શિવજીની મહંત્તા, રૂદ્રાક્ષોની ઉત્તપતિ વગેરે વિષયમાં જણાવવામાં આવ્યું છે
(૨) રૂદ્રસંહિતા આમાં સૃષ્ટિખંડ,સત્તીખંડ, ઉમાખંડ,કુમારખંડ,યુધ્ધખંડનું વિસ્તૃત, વર્ણન મળે છે. વસ્તુતઃઆ સંહિતા બહુ વ્યાપકરૂપથી શિવજીના અલૌકિક કાર્ય ભક્તોની સામે વર્ણન કરે છે. (३)સતરૂપસંહિતા-આ સંહિતામાં શિવજીના વિભિન્ન અવતારો તેમના વિભિશરૂોની લીલાનું વર્ણન કગ્વામાં આવ્યું છે. शિવજીના દસ મુખ્ય નામોનું વર્ણન પણ આ સંહિતામાં મળે છે.

(૪)કોટીરૂદ્રસંહિતા-આ સંહિતામાં મહાદેવના વિભિન્ન રૂપ,નામ અને જયોર્તિલિંગોના વિષયમાં જણાવવામાં આવ્યું છે. કઈ-કઈ મુખ્ય ઘટનાઓના કારણે જયોતિલિંગની સ્થાપના થઈ અને ક્યા રૂપમાં મહાદેવના અનેક નામ પડયા તેનું વિસ્તૃત વર્ણન આ સંહિતામાં કરવા’માં આવ્યું છે (૫) ઉમાસંહિતાઆ સંહિતામાં ઉમાથી સંબંધિત અનેક દ્વિપોના વિભિન્ન વર્ણન મળે છે.સૃષ્ટિ અંગે ચિંતન પણ મળે છે

(૬) કૈલાસસંહિતા-આ સંહિતામાં શિવજીનું આદિમૂથ બીજરૂપનું વર્ણન મળે છે આ સાથે ઋષિમુનીઓ અંગે દ્વૈત-અદ્વૈત ચિંતન વગેરે વિષયમાં વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. (૭)વાયવીયસંહિતા:આ સંહિતામાં સૂતજીએ *ષિઓને યજરૂપ જાનની સાથે સંસારનો રચનાક્રમ બતાવ્યો છે. સૃષ્ટિની ઉત્પતિ અને અન્ય ઋષિ-મુનીઓ સંબંધિત એવી નાની ઘટનાઓ પણ આ સંહિતામાં છે જેનો સંબંધ કોઈને કોઈ રીતે શિવજી સાથે छે.

સાત્ત સંહિતાઓવાળુ આ શિવપુરાણ બધા ભક્તોના મનોરથોને પુરા કરવાવાળું છે. તે વ્યક્તિને શારીરિક, માનસિક,આધ્યાત્મિક દુ:ખોને દૂર કરે છે. એેનાથી મનુષ્યને સંકટ સમયનો સામનો કરવાનું બળ મળે છે અને આત્માના ઉદ્ધારથી શક્તિ મળે છે. શૌનકજીએ સૂતજને પવિત્ર મહાપુરૂોનો ઈતિહાસ સંભળાવવાની પ્રાર્થના કરરી કेમ કे તેનાથી ચિત્તની શુધ્ધિ થાય છે અને પુરાણોમાં આસ્થા વધે છે. સૂતજ બોલ્યા કे, હે શौનકજ!તમારું કહેવું સાયુ છે કे શિવપુરાણનો પાઠપઈન કરવો મનુષ્યોને પાપોથી મુક્તિ અપાવે છે. આ વાતને સિધ્ધ કરવા માટે હુ એક પ્રાચીન કથા સંભળાવું છું.

જુના સમયમાં કિરાતનગરમાં એક બ્રાહણ રહેતો હતો.તે આચારહીન થઈ ગયો અને માંસ વેચવાનું ધૃત કાર્ય કરવા લાગ્યો. એેક દિવસ એક તળાવના કિનારે જયારે નહાવા માટે ગયો તો ત્યાં તેણે એક શોભાવતી નામની એક સુંદર વેશ્યા જેર્ઈ. તે તેના પર મુગ્ધ થર્ઈ ગયો અને વેશ્યાએ પ૬ પોતાના હાવભાવથી તે બ્રાહ્મણને પોતાના વશમાં કરી લીધો. તે બ્રાહ્નને વેશ્યા પાછળ અંધ બનેલો જોઈ બ્રાભણના માતા-પિતા અને પત્નીએ તેને

સમજાવવાના પ્રયાસો કર્યા અને સાચા રસ્તા પર લાવવા ઈซ્છીયું ત્યારૂ તे બ્રાહ્મણે તેમને મારી નાંખ્યા અને પોતાનું બધું ધન તે વેશ્યા પર લુંટાવી દીધું બ્રાહ્મણ પાસેથી બધું લર્ઈ લીધા પછી વેશ્યાએ તેની ઉપેક્ષા શરૂ કરી દીધી. હવે બ્રાહણ બધી બાજુથી નિરાશ થઈ ગયો. એક દિવસ હરતા ફરતા અભાવથી તંગ, તાવની હાલતમાં એક શિવમંદિરમાં પહોંચ્યો. મંદિરમાં અનેક બ્રાભણ મહાત્મા લોકો શિવપુરાણનું વાંચન કરી રહ્યાં હતા. તેછે થોડીવાર શિવપુરાણા સાંભળ્યું અને પછી ધરે આવી ગયો.

કેટલાક દિવસો પછી તે બ્રાહણનું મૃત્યુ થયું તેના મર્યા બાદ યમદૂતે તેના પાપોના કારણે તેને દંડ આપવા પહોંચ્યા તો શિવદૂતોએ તેનો વિરોધ કર્યો. તેનું કારણ એ હતું ક શિવપુરાણએ સાંભળી બ્રાહણનું ચિત્ત શુધ્ધ થર્ઈ ગયું હતું. શિવદૂત તેને કૈલાસ લર્ઈ જવા ઈં્છતા હતા અને યમદૂત તેનો વિરોધ કરી રૂ્યાં હતા.

બંનેમાં સંધર્ષ થયો અને કોલાહલ સાંભળી ધર્મરાજ આવ્યા તો તેમણે શિવદૂતોની વાત સમજી તે બ્રાહણને શિવદૂતો દ્વારા શિવલોકમાં લર્ઈ જવાની રજા આપી દીધી. આ પ્રમાણે શૌનકજી, યોગીઓ માટે અગમ્ય શિવલોક પણ તે બ્રાહ્મણ માટે સહજ બની ગયુ. આનું તાતાર્ય એ છે શિવપુરાણ સાંભંળવું બહુ લાભદાયક રહે છે. આ સંદર્ભમાં એક વધુ વાત તમને જણાવું છું તે પહેલાં તમે શિવપુરાણને સાંભળવાની રીત જાણી લો.

(૧) શિવપુરાણને સાંભળવા માટે શુભમુર્હૂતમાં શરૂઆત કરવી જોઈએ અને બ્રાહ્મણ પાસેથી શુભમુરૂર્ત કઢાવી લેવા જોઈએ તथा દૂર-દેશાવર રહેતા આપણા મિત્રોને જાણ કરી નિમંત્રણ આપવા જોઈએ અને જ્યારે તમારા શહેરમાં રહેતા તમારા મિત્રો અને ભાઈ-ભાંડુ નિમંત્રણથી સ્થાન પર બેસાડવા જોઈએ.

(૨) શિવપુરાણ સાંભળવાનું સ્થાન કાંતો શિવાલય હોય કાંતો આપણું ઘર કથા સ્થળને સાફ કરાવી તેને વિભિન્ન ચિત્રોથી સુસજ્જિત કરવું જોઈએ. એ સાથે કેળાના પાન,ચંદરવાથી સુસજ્જિત મંડપ બનાવવો જોઈએે તથા શિવપુરાણ સંભળાવનારા બ્રાહ્મેને બેસવા માટે ઉંચા સ્થાનની વ્યવસ્થા કરવી જોઈએ

(३) વકતાપૂર્વ તરફ અને શ્રોતા ઉત્તર બાજુ મોં રાખીને બેસે. શ્રોતાએ વક્તા પ્રત્યે પૂરી શ્રધ્ધાથી ભાવના રાખવી અને કથા વાંચનના દિવસોમાં પોતાના મનને શાંત રાખી સંયમપૂર્વક જીવન વ્યતીત કરવું

(૪) બ્રાહ્મણે રોજ સૂર્યોદયના સહાત્રકૅ પ્રહર સુધી કથા સંભળાવવી અને પછી ભજન કિર્તન કરી તે દિવસની કથા પૂરી કરવી કથા વિનાવિધે પૂરી થાય તે માટે ગણેશ પૂજન પણ થવું જોઈએ એ સાથે-સાથે યજમાને શુધ્ધ આચરણનું પાલન કરી ભૂસચર્ય ત્રતનું કડક પાલન કરવુ જોઈ્રે. એનાથી વધુ તે પુરાણ સંભળાવવાવાળાને સાક્ષાત શિવરૂપમાં જ જુઓ અને આ પવિત્ર પુરાણને જ પૂજ્ય સમજો

(૫) પાંચ બ્રાહ્મણો પસંદ કરવા જે સતત પંચાક્ષર શિવમંત્રનો જાપ કરતા રહે બધી પૂજા પૂરી થયા બાદ યજમાને બીજા બ્રાહણોને અન્ન-વર્ત્ર વગેરે આપી સંતુષ્ટ કરવા.ક્યારેક ઉતાવળમાં ખરાબ પરિણામ આવી શકે છે એ દ્દષ્ટિથી અભિમાન તથા કથા સાંભળતી વખતે કંઈક ખાવુ અને મોટાને નમસ્કાર ન કરવા તથા કથા સાંભળતી વખતે સૂઈ જવું આ એવી સ્થિતિઓ છે જેનાથી અનેક ખરાબ પરિણામ આવે છે. એથી આમ ન કરવુ જોઈએ.

આખા પ્રસંગમાં શિવની ભક્તિ અને પ્રસાદથી ભક્તિથી કેટલાં કષ્ટ ઉઠાવવા પડે છે એ વિષય પર એક જૂની કથા સંભળાવું છું. જૂના સમયની વાત છે સમુદ્રના કિનારે આવેલા પ્રદેશોમાં એક પ્રદેશના લોકો ખૂબજ દુષ્ટ મ્રકૃતિના હતા પુરૂષ પશુવૃત્તિથી ભરેલા હતા અને સ્તીઓ વ્યભિયારિણી હતી.એક પ્રદેશમાં વિદુગ નામનો બ્રાહ્મણ રહેતો હતો તેણે તેની સુંદર પત્ની હોવા છતાં પણ એક વેશ્યાને રાખી હતી. તે ધીમેધીમે પોતાની પત્નીથી વિમુખ થઈ્ઈ ગયો તેની પત્ની ચંચુબા પણ પોતુાના કામના વેગને સહન ન કરવાના કારણે એક મિત્રને પ્રેમ કરવા લાગી. જયારે વિદુગને

આ ખબર પડી તો તેની પત્ની પર ખુબ જ નારાજ થયો અને તેને મારી. તેના જવાબમાં તેની પત્નીએ કહ્યું તમે મારા જેવી રૂપવાન અને પતિવ્રતાને છોડી જ્યારે વેશ્યામાં અનુરકત થઈ જાવ તો ક્યા સુધી હું મારી લાગણીઓને રોકી શકુછું. હું કેટલો સમય મારા કામવેગને દબાવી શકુ છું આ સાંભળી વિદુગ બોલ્યો, તાર કહેવુ બરોબર છે. તું ચાર પુરૂ સાથે વિહાર કર પણ કંઈક ધન પણ કમાવ.

આ પ્રમાણે પતિની મંજૂરી મેળવી ચંચુબા કુમાર્ગ પર ખુલ્લેઆમ દોડવા લાગી.સમય જતા વિદુગનુ મૃત્યું થઈ ગયું અને વિશાચયોનિમાં જન્મ લેવો ૫ડયો. ચંચુબાનું યૌવન પર હવે ઓસરવા લાગ્યું હતું તે એક દિવસ ફરતાફરતા ગોકર્ણ પ્રદેશ પહોંચી ત્યાં તેણે એક મંદિરમાં પંડિતજીને કથા કહેવા સાંભળ્યાં જેવી તેણે દુષ્કર્મ કરવાવાળાના પરિણામોની વાત સાંભળી તેને ખુબ દુ:ખ થયું પછી તે બ્રાહ્મણના પગમાં પડી અને પોતાની મુક્તિનો ઉપાય પૂછવા લાગી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે,શિવપુરાણ સાંભળી તારા મનમાં જે પુણ્યની જાગૃતિ થઈ છે અને ચિત્તમાં શાંતિ આવવા લાગી છે એથી આ પુરાણને સાંભળી તને પુર્ણ મુક્તિ મળશે.

શિવપુરાણ સાંભળ્યા પછી તું સાક્ષાજત શિવને તારા મનમાં અનુભવી શકીશ કેમકે ગણેશ,કાર્તિકેય વગેરે દેવતાઓની ભક્તિ પણ શિવપુરાણને સાંભળવાથી મળે છે. બ્રાહ્મણની વાત સાંભળી ચંચુબાએ તેમને $જ$ શિવપુરાણ સંભળાવવા વિનંતી કરી અને પછી બ્રાહ્મણના કહેવાથી ચંચુબાએ સ્નાન કરી, જટા ધારણ કરી ભક્તિપૂર્ણ શિવપુરાણ સાંભળવાની શરૂઆત કરી.ચંચુબા એટલી હદે ભક્તિમાં લીન થઈ્ઈ ગઈ કે, શિવપુરાણ સાંભળતા-સાંભતા જ તેણે તેને દેહ છોડી દીધો શિવપુરીમાં પહોંચી ઉમા સહિત ભગવાન શંકરના દર્શન કર્યા.

પાર્વતીએ ચંચુબાને પોતાની પાસેજ રહેવાનું વરદાન આપ્યું અને એક દિવસ જયારે ચંચુબાએ તેના પતિ અંગે પૂછયું તો ખબર પડી કે, વિદુગ નરકની અનેક યાતનાઓ ભોગવ્યા બાદ પિશાચયોનિમાં પડયો છે.ચંચુબાએ પોતાના પતિની મુક્તિ માટે પ્રાર્થના કરી ત્યારે તેની પ્રાર્થના સાંભળી ભક્તો પરકૃપા કરવાંવાળા પાર્વતીં તુંબરૂ ગાંધર્વને બોલાવી પિશાચયોનિમાં પડેલા વિદુગને શિવપુરાણ સંભળાવવાનો આદેશ કર્યો. તુંબરૂ વિદ્યાંચલ પર્વત પર ગયો અને તેણે વિદુંગને શિવપુરાણ સંભળાવ્યું ત્યાં ઘણા શ્રોતા આવી ગયા વિદ્દુંગનો ઉધ્ધાર થઈ ગયો અને શિવે તેમના ગણોમાંસ્થાન આપ્યું.

ભારતીય જીવન-ધારામાં જે ગ્રંથોનું મહત્તપૂર્ણ સ્થાન છે, અમાં પુરાણને ભક્તિ ગ્રંથોના ३પમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પુરાણ-સાહિત્ય ભારતીય જીવન અને સાહિત્યની અક્ષુણણ નિધિ છે. એમાં માનવ જીવનના ઉત્કર્ષ અને અપકર્ષની અનેક ગાથાઓ મળે છે. ભારતીય ચિંતન-પરૂંપરામાં કર્મકાં યુગ, ઉપનિષદૂ યુગ અર્થાત્ જાન યુગ અને પુરાણ યુગ અર્થાત, ભક્તિ યુગનો સતત વિકાસ થતો નજરે પડે છે. કર્મકાંડથી જાનની તરફ આવતા-આવતા ભારતીય માનસ ચિંતનના ઉર્ધ્વ શિખર પર. પહોંચ્યો અને જાનાત્મક ચિંતન પછી ભક્તિની અવરિત ધારા પ્રવાહિત થર્ઈ.

વિકાસની આ પ્રક્રિયામાં બહુદ્દેવવાદ અને નિર્ગુણ બ્રહનની, સ્વરૂપાત્મક વ્યાખ્યાથી ધીમે-ધીમે ભારતીય માનસ અવતારવાદ કे સગુણ ભક્તિની તરફ પ્રેશ્ત થયો. પુરાણ સાહિત્ય સામાન્ય રીતે સગુણ ભક્તિનું પ્રતિપાદન કરે છે. અહીંયા આવીને આપણને એ પણ જાણ થાય છે કે સૃષ્ટિના રહસ્યોના વિષયમાં ભારતીય મનીષિઓ (મહાપુરૂો)એ કેટલું ચિંતન અને મન ક્યા છે. પુરાણ સાહિત્યને ફક્ત ધાર્મિક અને જૂની કથા કહીને દ્રોડી દેવી એ આખી ચિંતન-ધારાથી પોતાને અપરિચિત રાખવા પડશે, જેને જાङ્યા વગર આપણે વાસ્તવિક રૂપમાં પોતાની પરંપરાને નથી જાણી શકકતા. પોતાને સંબંદ્વ કરવા અને ત્યારે આધુનિક થઈને એનાથી મુક્ત થવું બૌદ્ધિક વિકાસની એક પ્રક્રિયા છે.

આપણાં પુરાણ-સાહિત્યમાં સૃષ્ટિની ઉત્પત્તિ, વિકાસ-માનવ ઉત્પત્તિ અને પછી એના વિવિધ વિકાસાત્મક સોપાન એ પ્રકારે આપવામાં આવ્યા છે કે જો એનાથી ચમકદાર અને વધારાના વિશ્વાસના અંશ ધ્યાનમાં ન રાખવામાં આવે તો અનેક વાતો વિજ્ઞાનસમ્મત પણ થઈ શકે છે, કેમ કે જ્યાં સુધી સૃષ્ટિના રહસ્યનો પ્રહન છે, વિકાસવાદના સિદ્ધાંત છતાં અને વૈજ્ઞાનિક જાણાકારી હોવા પર પણ તે હજુ સુધી મનુષ્યની બુદ્ધિ માટે એક પડકાર છે અને આથી જે વાતોનું વર્ણન સૃષ્ટિના સંદર્ભમાં પુરાણ-સાહિત્યમાં થયું છે એને એકાએક પૂરી રીતેથી નકારી નથી શકાતું.

મહર્ષિ વેદવ્યાસને આ ૧૮ પુરાણોની રચનાનો શ્રેય છે. મહાભારતના રચયિતા પણ વેદવ્યાસ જ છે. વેદવ્યાસ એક વ્યક્તિ રહ્યાં હશે અથવા એક પીઠ, એે પ્રહન બીજો છે અને એં વાત પણ અલગ છે કે આખી પુરાણ કથાકથન શૈલીમાં વિકાસશીલ રચનાઓ છે. આથી એમના મૂળ રૂપમાં પરિવર્તન થતું ગયું, પે્તુ જો વ્યાનપૂર્વક જોવામાં આવે તો આ આખા પુરાણ વિશ્વાસની એ ભૂમિ પર અધિષ્ઠિત છે, જ્યાં અતતિહાસિકતા, ભૂગોળનું સ્વરૂપ.

આ વાત બીજી છે  જીવન-મૂલ્યોની સ્થાપના એ સમયમાં પુરાણ-સાહિત્યમાં કરવામાં આવી, તે આપણા આજના સંદર્ભમાં કેટલી મ્રાસંગિક રહી ગઈ્ઈ છે? પરંતુ સાથે એ પણ કહેંું પડશે ક ધર્મ અને ધર્મનો આસ્થામૂલક વ્યવહાર કોઈ તર્ક અને મૂલ્યવત્તાની પ્રાસંગિકતાની અપેક્ષા નખી કરતો. એેનાથી એક એં આત્મવિશ્વાસ અને આત્મલોક જન્મ લે છે, જેનાથી માનવનો આંતરિક ઉત્કર્ધ થાય છે અને આપણે કેટલી પણ ભૌતિક અને વૈ.્ઞાનિક પ્રગતિ કરી લઈ્ફ અંતે આસ્થાની તુલનામાં આ પ્રગતિ વધારે સમય સુધી નથી રોકાતી. આથી પુરાણોનું મહત્વ તર્ક પર વધારે આધારિત ન થર્ઈને ભાવના અને વિશ્વાસ પર આધારિત છે અને આ જ અર્થોમાં એનું મહત્ત્વ છે.

જેમ કે અમે કહ્યું ક પુરાણ-સાહિત્યમાં અવતારવાદની પ્રતિષા છે. નિર્ગુણ નિરાકાશની સત્તાને માનીને સગુણ સાકારની ઉપાસનાનું પ્રતિપાદન આ ગ્રંથોનો મૂળ વિષય છે. ૧૮ પુરાઓમાં અલગ-અલગ દેવી-દેવતાઓને કेन्द्रમાં રાખીને પાપ અને પુણ્ય, ધર્મ અને અધર્મ તથા કર્મ અને અક્મની ગાથાઓ ક્હેવામાં આવી છે. એે બધાથી એક જ નિષ્કર્ષ નિક્રે છે કे આખે મનુષ્ય અને આ સૃષ્ટિના આધાર-સૌદર્ય તથા એની માનવીય અર્થવત્તામા ક્યાંક ને ક્યાંક સદ્ગુણોની પ્રતિઠઠા થવી જ જોઈએ. આધુનિક જીવનમાં પણ સંધર્ષની અનેક ભાવભૂમિઓ પર આવ્યા પછી પણ વિશિષ્ટ માનવ મૂલ્ય, પોતાની અર્શવતા નથી ગુમાવી શકતા.

ત્યાગ, પ્રેમ, ભક્તિ, સેવા, સહનશીલતા વગેરે એવા માનવ ગુણ છે, જેના અભાવમાં કોઈ પણ ઉત્તમ સમાજની કલ્પના નથી કરી શકાતી. આથી અલગ-અલગ પુરાણોમાં દેવતાઓને અલગ-અલગ સ્વરૂપોને લઈને મૂલ્યના સ્તર પર એક વિરાટ આયોજન મળે છે. બીણ્ એક વાત આર્ચર્યજનક રૂપથી પુરાણોમાં મળે છે કे સત્કર્મની પ્રતિષ્ઠાની પ્રક્રિયામાં અપકર્મ અને દુષ્કર્મનું વ્યાપક ચિત્રણ કરવામાં પુરાણકાર ક્યારેય પાછળ નથી હટ્ચાં અને એણે દેવતાઓની કુપ્રવૃત્તિઓને પણ વ્યાપક રપમાં ચિત્રિત કર્યું છે, પરંતુ એનો મૂળ ઉદ્દેશ્ય સદ્ભાવનાનો વિકાસ અને સત્યની પ્રતિષ્ઠા જ છે.

પુરાણોમાં કળિયુગ જેવું વર્ણન મળે છે. આજે આપણે લગભગ એવો જ સમય જોઈ રહ્યાં છીએ. તેથી એ તો નિશ્ચિત છે કે પુરાણકારે સમયના વિકાસમાં વૃત્તિઓ અને વૃત્તિઓના વિકાસને ઘાણી સારી રીતેથી ઓળખ્યો. આ રૂમાં પુરાણોનું પઠન અને આધુનિક જીવનની સીમામા મૂલ્યોનું સ્થાપન આજના મનુष्यને એક દિશા तो આપી શકે છે, કેમ કे આધुનિક कવનમાં અંધવિશ્વાસનો વિરોધ કરવો તો તર્કપૂર્ણ છે, પરંતુ વિશ્વાસનો વિરોધ કરવો આત્મહત્યા સમાન છે.

પ્રત્યેક પુરાણમાં હજારો શ્લોક છે અને એમાં કથા કહેવાની પ્રવૃત્તિ તથા ભક્તના ગુણોનિ વિશેષણપરખ અભિવ્યક્તિ વારંવાર થઈ્ઈ છે, પરંતુ ચેતન અને અચેતનના તમામ રહસ્યાત્મક સ્વરૂપોનું ચિત્રણ, પુનરુક્તિ ભાવથી થયા પછી પણ અત્યંત પ્રભાવશાળી થયું છે.

હિન્દીમાં અનેક પુરાકા યથાવત્ લખવામાં આવ્યા. પછી પ્રશન ઉઠી શકે છે કे અમે આ પ્રકારે પુરાણોનું લેખન અને પ્રકાશન કેમ પ્રારંભ ક્યું ઉત્તર સ્પષ્ટ છે કे, પોતાના પ્રકાશનની સીમામાં જે વાચકો સું અન્ય પુરાણ નહી પહોંચ્યા હોય, અમે એમના સુધી પહોંચાડવાનો મ્રયત કરીશું અને આ પઠનીય સાહિત્યને એમની સામે પ્રસ્તુત કરીને જીવન અને જગતની સ્વતંત્ર ધારણા સ્થાપિત કરવાનો પ્રયત કરી શકીશું.

અમે મૂળ પુરાણોમાં કહેવામાં આવેલી વાતો અને શેલી યથાવત્ સ્વીકાર કરી છે અને સામાન્ય વ્યક્તિને પણ સમજમાં આવવાવાળી ભાષાનો મ્રયોગ કર્યો છે. પરંતુ જे તત્ત્વદर्शी શબ્દ છે એનો એવો જ પ્રયોગ કરવાનો નિશ્ચય એથી કરવામાં આવ્યો કે એનું જાન અમારા વાચકોને એ જ રૂપમાં થાય.આપણે આજના જીવનની વિડંબણાપૂર્ણ સ્થિતિની વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ. આપણા ઘણા બધા મૂલ્ય ખંડિત થઈ્ઈ ગયાછે. આધુનિક વિજ્ઞાનના નામ પર વિદેશી ચિંતનનો પ્રભાવ આપણા ઉપર વધારે હાવી થઈ્ઈ રહ્યો છે આથી એક સંઘર્ષ આપણને પોતાની માનસિકતાથી જ કરવો પડશે કે પોતાની

પરંપરા જે ચ્રહણીય છે, મૂલ્યપરખ છે એના પર ફરીથી પાછું ફરવું. પંડશે. સાથે-સાથે તાર્ક્ક વિદેશી જાન ભંડારથી પણ અપરિચિત રહેવું પડશે-કેમ કે વિકલ્પમાં જે કં પણ આપણને આપ્યું છે તે આરોહણ અને નકલથી વધારે કશું નથી. મનુષ્યનું મન ખૂબ જ વિચિત્ર છે અને એ વિચિત્રતામાં વિશ્વાસ અને વિશ્વાસનું દ્વન્વ પણ સતત થથું રહે છે. આ દ્વન્વથી પરે થવું જ મનુષ્ય જીવનનો ધ્યેય હોર્ઈ શકે છે. સતત દ્વન્વ અને સતત દ્વન્દથી

મુક્તિનો પ્રયત્ન મનુષ્યની સંસ્કૃતિના વિકાસનો આ જ મૂળ આધાર છે. પુરાણ આપણને આધાર આપે છે અને એ જ ધ્યાનમાં રાખીનેઅમે સરળ, સહજ ભાષામાં પોતાના વાચકોની સામે પુરાણ-સાહિત્ય પ્રસ્તુત કરવાનો પ્રયત કર્યો છે. આમાં અમે ફક્ત પ્રસ્તુતર્ત્તા છીએ, લેખક નહી. જે કંઈ આપણા સાહિત્યમાં છે, એને એ જ રૂપમાં ચિત્રિત કરીને અમને ગર્વનો અનુભવ થર્ઈ રહ્યો છે.

Leave a Comment