Shiv Puran in Gujarati – વિઘેશ્વરસંહિતા

Devotees find solace and strength in the verses of Shiv Puran in Gujarati.

Shiv Puran in Gujarati – વિઘેશ્વરસંહિતા

એકવાર ભગવાન બ્રહ્મા વિષ્ણુલોક ગયા અને તેમણે વિષ્ણુજીને પોતાના પુત્ર બનાવ્યાં તથા તેમને કહ્યું કे તે બ્રહ્માની આજા માને. બ્રહ્માજીની વાત સાંભળી વિષ્ણુજીને ગુસ્સો આવ્યો અને તેમને કહ્યું કે, હું આપનો પુત્ર નહીં પરંતુ આપ દ્વારા નાભિ-કમળથી ઉત્પન્ન પુત્ર છો અને સૃષ્ટિનો પાલક છું એથી તમારી પણ રક્ષા કરું છું એ રીતે તમે મારા દ્વારા સુરક્ષિત છો એ સાથે જ વિષ્ણુજીએ બ્રહ્માજને તેમના તણ મુખનું કારણ પૂછચું. તેના જવાબમાં બ્રહ્માજીએ પોતાને વિશ્વના પિતામહ બતાવ્યા અને વિષ્ણુ પર આશેય લગાવ્યો કे તે આ તથ્ય નથી જાણતા.આ વિવાદ સંઘર્ષનું ર૫ લઈ બેઠો.

આ વિવાદના સ્તય પ્ટેલા તો દેવતાઓએ આનંદ મનાવ્યો પણ જયારે બંને બ્રહ્મા અને વિષ્ણુ અંદરોઅંદર સ્થર-પ્રહાર કરવા લાગ્યા તો દેવતાઓએ તેમને રોક્યા કે આ પ્રમાણેની અરાજકતા ન ફેલાવો. ત્યારે બધા દેવતાઓએ ભગવાન શંકરની શરણમાં જવાનો નિર્ણય કર્યો. દ્ટેવતા લોકો ભગવાન શિવની પાસે ગયા અને બ્રહ્મા અને વિષ્ણુના સંઘર્ષ સમાપ્ત કરવાની પ્રાર્થના કરી. દેવતાઓની પ્રાર્થના પર

શિવજી પોતાના ગણોની સાથે સંઘર્ષ-સ્થળ પર પહોંચ્યા અને થોડો દૂરથી વિષ્ણુ તથા બ્રહ્માનો સંઘર્ષ જોવા લાગ્યા ત્યાં અચાનક જ શિવજીએ એક સ્તંભનું ર૫પ ધારણ ક્યું અને બંનેની વચ્ચે આવી ઊભા રહી ગયા એ સ્તંભને જોઈ બ્રહ્મા તથા વિષ્ણુએ યુધ્ધ રોકી દીધું તે આશ્ચર્યચક્તિ થઈ જ્યોતિરૂપ સ્તંભને જોવા લાગ્યા.

બ્રહ્મા અને વિષ્ણુ બંને એ સ્તંભના વિષયમાં વિચારવા લાગ્યા.સ્તંભનું રહસ્ય જાણવા માટે વિષ્ણુ સુવરનું રૂપ ધારણ કરી સ્તંભનું મૂળ અવલોકન કરવા માટે નીચે ચાલ્યા ગયા અને બ્રહ્માએ હંસનું રૂપ ધારણ કર્યુ તથા તે ટોચને જોવા ઉપરની તરફ ગયા પણ બંને આ રહસ્યને જાણી ન શક્યા.એજ સમયે બ્રહ્માએ આકાશમાં એક ફૂલ જોયુ અને તેને તેમના જાનનું સાક્ષી માનીને વિષ્ણુને સ્તંભની ટોચ મેળવી લીધાનો દાવો કર્યો આ પર વિષ્ણુ નતમસ્તક થઈ્ઈ ગયા અને તેમણે બ્રહ્માના પગ પકડી લીધા પરંતુ શિવજી બ્રહ્માના કપટને સહન ન કરી શક્યા અને એક્મ ત્યાં પગટ થઈ ગયા વિષ્ચુએ શિવજીના ચરણોને સ્પર્શ કર્યો અને શિવજીએ વિષ્ણુની સત્યવાદિતાથી પ્રસન્ન થઈ તેમને પોતાના સમાન થવાનું વરદાન આપ્યુ

આ તરફ એક વિચિત્ર વાતએ બની કે, બ્રહ્માને તેમના ખોટા ભાષણ માટે દંડીત કરવા માટે જેવો શિવજના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો ત્યાં જ તેમના મોંથી વૈરવ ઉત્પન્ન થયો જેણે શિવજીના આદેશ મુજબ,બ્રહ્માજીનું પાંચમુ મસ્તક અલગ કરી નાંખ્યુ. જ્યારે ભૈરવ બ્રહ્માજના બીજા મસ્તક અલગ કરવા લાગ્યો તો બ્રહ્માજી શિવના ચરણમાં પડી માફી માંગવા લાગ્યા વિષ્ણુ પણ શિવજને પ્રસન્ન કરી બ્રહ્માજી માટે માફી માંગવા લાગ્યા. આ પર શિવજએ ભૈરવને હટાવ્યો પરંતુ બ્રહ્માને સતકાર અને ઉત્સવથી અલગ કરી દીધા એ પછી બ્રહ્માજી ફરી વિનંતી કરવા લાગ્યા તો શિવજએ તેમને ગુણોના આર્યાય બનાવી દીધા.

જે ફૂલને બ્રહ્યાજએ જોયુ હતું તે કેતકીનું ફૂલ હતું એથી અસત્યતા સાક્ષી હોવાના લીધે શિવજીએ કેતકીના ફૂલને પોતાની પૂજાથી અલગ કરી દીધુ પછી જયારે કેતકીએ પણ પ્રાર્થના કરી તો શિવજીએ તેને મંડ૫ સજાવટના સમયે શિરોમણોનું ફૂલ હોવાનું વરદાન આપ્યુ.

એ પછી બ્રહ્યા અને વિષ્ણુએ શિવજીને અનેક વસ્તુ સમર્પિત કરી અને ખોલશોપચારથી શિવજીની પૂજા કરી.એ પછી શિવજએ વસ્તુતઃતેજ (શિવ) ઈશ્વર છે. અજાનના કારણે તમે લોકોએ પોતાને ઈશ્વર માનવાનો વિચાર વ્યક્ત કર્યો છે. હવે આ અજાનથી મુક્ત થઈ મારા પ્રતિજ તમારી દૃષ્ટિ હોવી જોઈએ તથા મારા લિંગને નિરાકારનું સાકાર રૂપ માની પૂજા કરો.આજનો દિવસ મારા નામથી શિવાગીરીનો દિવસ કહેવાશે. આ દિવસે પર્વતી સહિત મારી (લિંગરૂમાં) પૂજા કરવાવાળા મને કાર્તિકેય સમાન પ્રિય હશે. એ પછી અને વિષ્ગુના પૂછવાથી શિવજીએ પંચકૃત્યના વિષયમાં જાાાવ્યું.

  • સર્ગ અથવા સૃષ્ટિ-સંસારનો અભ્યુદય
  • સ્થિતિ-સંસારનું પાલન,ભરણ પોષણ અને વ્યવસ્થાપન
  • સંહાર-સંસારનો વિનાશ
  • તિરોભાવપરિવર્તન અથવા ઉત્કમ, રૂપાંતર
  • અનુગ્રહ- સર્ગથી મુક્તિ.

શિવજી બોલ્યા,આ પાંચ કૃત્યોથી જ મારા દ્વારા સંસારનું સંચાલન થાય છે. એના સંચાલન માટે મારા પાંચ મુખ (ચાર દિશાઓમાં ચાર અને વચમાં પાંચમુ છે) છે. તમે તમારા તપથી પહેલી બે સ્થિતિઓને પ્રાપ્ત કરી છે. રૂદ્ર અને મહેશ રૂપમાં સંહાર અને તિરોભાવ કૃત્યોની પ્રાપ્તિ કરી છે. અનુચ્રહ નામનું પાંચમુ કૃત્ય કોઈપણ મેળવી શક્યું નથી અને તમારા લોકોની એક ભૂલથી અન્ટ તમારામાં વ્યાપેલી મૂઢ્તાના કારણે મને રૂપ, યશ,કૃત્ય,વાહન, આયુધાદિની સૃષ્ટિની સ્થિતિ માટે સંચ્રહ કરવા માટે

વિવશ બનવું પડયુ. જો તમે અનુચ્રહને મેળવવા ઈચ્છો છો તો ઑકાર કરવા માટે વિવશ બનવું પડયું. જો તમે અનુગ્રહને મેળવવા ઈચ્છો છો તો ઓકાં દ્વારા મારી પૂજા કરો. ઑકાર જ માર વાચ્ય છે અને હું વાંચક છું ઓંકારની સાથે પંચાક્ષર ઍँ નમ:શિવાયથી મારો અનુગ્રહ સુશભ થઈ જાય છે. શિવજીના આ દિવ્ય ઉપદેશ માટે દેવોએ કૃતજથા વ્યક્ત કરી અને શિવજીની પૂજા કરી. અમની પૂજા સ્વીકારી શિવજ અંર્તધ્યાન થઈ ગયા.

આ આખ્યાનને સાંભળી ઋષિઓએ સૂતજને કહ્યું કે, હે ભગવન તમે અમને સદાચારનું સ્વરૂ સમજાવવાની કૃપા કરો. અમે સ્વર્ગ-નરકના કારણભૂત ધર્મ- અધર્મનું ఇાન મેળવવા ઈર્છીએ છીએ. આ સાંભળી સૂતજી બોલ્યા,સદાચાર યુક્ત બ્રાહ્મણ જ સાચા અર્થમાં બ્રાહ્મણ કહેવડાવવાનો અધિકારી છે. સદાચારના કર્મ વિધાનમાં અનેક વાતો છે. સદાચારથી જીવનપાવન કરવાવાળો વ્યક્તિ વહેલી સવારે જાગી સૂર્યની તરફ મો રાખી દેવતાઓનું સ્મરણ કરે એનાથી તેને અર્થ અને ધર્મની પ્રાપ્તિ થશે પછી નિત્યકર્મરૂ મળમૂત્રનો ત્યાગ કરે એ પછી હાથ-પગ ધોઈ કોગળા કરે.

દંતમંજન કર્યા બાદ સ્નાન કરી પિતુઓનું સ્મરણ કરે એ પછી શુધ્ધવસ્ત ધારણ કરી મસ્તક પર તિલક કરે પછી કોઈ મંદિર અથવા ઘરમાં જ ચોક્કસ જગ્યા પર ગાયત્રીના જાપ કરે. આ જાપ સોહમ ભાવનાથી કરે. એ પછી પોતાના વ્યવસાયમાં ધર્મભાવનાથી કામ કરે આ પ્રમાણે ધન ઉર્પાજન કરતા ધર્મનું પાલન કરે.હે ઋષિઓ! સદાચારીએ દ્રવ્યધર્મ અને દેહધર્મનું પાલન કરવુ, દાન કરવું, યજ કરવો મંદિર બનાવવા દ્રવ્યધર્મ કહેવાય છે અને પૂજા-અર્ચના તથા તીર્થબ્રમણ વગેરે દેહધર્મ કહેવાય છે.દ્રવ્યધર્મથી ધન-વૃધ્ધિ અને દેહ-ધર્મથી દિવ્યત્વની પ્રાપ્તિ થાય છે.

એના સાંગોપાંગ સમન્વયથી મનુષ્યનું અંત:કરણ શુધ્ધ થાય છે.એ પછી ઋષિઓના એ પૂછવા પર કે શિવલિંગની સ્થાપના કયાં અને કેવા ર૫પમાં કરવામાં આવે સૂતજીએ કહ્યું કે,ગંગા અથવા કોઈપણ પવિત્ર નદીના તટ પર જયાં કયાંય પણ સુવિધા હોય શિવલિંગની સ્થાપના થઈ શકે છે. સમય અને સ્થાનનું બંધન નથી.લોખંડ, પથ્થર અથવા માટી કોઈપણ વસ્તુથી બનેલું બાર આંગળી શિવલિંગ ઉત્તમ હોય છે.

લિંગની આસપાસ છાણ મેળવેલી માટીથી સ્થાન સ્વસ્છ રાખવું જોઈએ. નવનીત,ભસ્મ,કનેરના કૂલ,ફળ,ગોળ વગેરે વસ્તુઓથી લિંગની પૂજા કરવી જોઈએ પૂજા કરવા માટે ॐँ નમ શિવાયના જાપ કરવા જોઈએ નમ:શિવાયની સાથે હંમેશા ॐ લગાવવો જોઈએ.જો રાજય બની શક તો શિવલિંગની ચારેબાજુ ચાર હજાર હાથનું અંતર ધરાવતો વર્ગ વિસ્તાર હોવો જોઈએ અને આ વિસ્તારમાં કૂવા-વાવ

વગેરે હોવા જોઈએ. સૂતજીએ કહ્યું કે, ભારતમાં ગંગા,સરસ્વતી વગેરે નદીઓના કિનારે અનેક શિવમંદિરો છે.આ વિસ્તારોમાં નિવાસ કરવાથી અને પૂજા કરવાથી સિધ્ધિ પ્રાપ્ત થાય છે.પુણય પ્રાપ્પિની સાથે પાપ વિષે સૂતજીએ કહ્યું, શિવક્ષેત્રમાં પાપ કરવાથી વધુ હાનિ થાય છે. તેનું પ્રાર્યશ્િતિ ખૂબ મોટુ કરવુ પડે છે સૂતજએ આગળ જણાવ્યું કે, પાપ-પુણ્યના ત્રણ ચક્ર હોય છેબીજ, વૃધ્ધિ અને ભોગ જાન દ્વારા આ ત્રણેમાં સંતુલન કરી શકાય છે.

જાનની પ્રાપ્તિ પણ પ્રત્યેક યુગમાં અલગ-અલગ રીતે થાય છે.સતયુગમાં ધ્યાનથી,ત્રેતામાં તપથી, દ્વાપરમાં ભજનયોગથી જાનની પ્રાપ્તિ સંભવ છે. કલિયુગમાં ફાનની પ્રાપ્તિ પ્રતિમાના પૂજનથી જ સંભવ છે એેટા માટે તત્વજાનના અભ્યર્થી ભક્તે પ્રતિમા પૂજનમાં ધ્યાન લગાવવું જોઈએ. કલિયુગમાં દ્રવ્યધર્મની પ્રતિષ્ઠા વધુ છે કલિયુગમાં ન્યાયથી મેળવેલુ ધન પુણ્ય કાર્યોમાં બચવું જોઈએ. ભક્ત જે કંઈપણ અર્જિત કરે તેનો એકભાગ ધાર્મિક કાર્યોમાં એક ભાગ વ્યાપાર વૃધ્ધિમાં,

એકભાગ ભવન-નિર્માણ તથા વિવાહ વગેરે કાર્યોમાં ખર્ચ કરવો જોઈએ. જે વ્યક્તિ વ્યાપારથી ધન મેળવે તે છર્ડો ભાગ અને ખેતીથી અર્જિત ધનનો દસમો ભાગ ધર્મકાર્યમાં ખર્ચ કરાતો નયી તે સદાચારના નિયમોનું ઉલ્લંઘન કરે છે. બીજાનો દોષ ન જોવો આંગણે આવેલાને નિરાશ ન કરવો,અગ્નિહોત્ર કરવો સદાચારનું અંગ છે. મુનિયોએ સૂતજને કહ્યું કે, અગ્નિયશ, દેવયશ, બ્રહ્મયશ, ગુરૂપૂર અને બ્રહ્મતૃપ્તિના સ્વરૂપને સમજાવો સૂતજી બોલ્યા, આ પાંચેય મહાયજ અત્યંત પુણ્યદાયક છે એનું સ્વરૂપ સમજી હોવું જોઈએ.

અગ્નિયશ:-અગ્નિમાં દ્રવ્યયુક્ત હવન કરવો.સમિધા દ્વારા યજ કરવાની સાથે આત્મમાં જ અગ્નિ પ્રજવલિત કરી આ યજ સંપન્ન કરી શકાય છે. પ્રાત:કાના અગ્નિયજથી આયુ-વૃધ્ધિ થાય છે.સાંયકાળના યજથી સંપત્તિવૃધ્ધિ દેવયજ:દેવતાઓની તૃપ્પિ માટે યજમાં આહૂતિ આપવી.બ્રહયજ:નિયમ પૂર્વક વેદાંગોનું અધ્યયન ગુરૂપૂજા:ધનધાન્ય અને અન્નાદિથી વેદયાકોની સેવા કરી તેને સંતુષ્ટ કરવો બ્રહ્મતૃપ્તિ:નિયમપૂર્વક આચરણ કરી આત્મારૂપ બ્રહને તુष્ટ કરવો.

વારોની સૃષ્ટિના વિષયમાં સૂતજએ કહ્યું,મહાદેવે જ લોક કલ્યાણ માટે પહેલા આદિત્ય (રવિ)વાર અને તે પછી અન્યવારોની રચના કરી એ સાથે જ પ્રત્યેકવાર અને તેની પૂજાફળનું વિધાન કય્યું. સમ્યક અને સ્વસ્થ જીવન પસાર કરવા ઈચ્છુક રિક્ત આ વારોથી જોડાયેલા દેવોની પૂજા કરે છે. પૂજાના સ્વરૂપમાં દેવોનું ધ્યાન કરવું,તેના મંત્રનું ઉચ્યારણ કરવું તેના માટે અંથવા તેનો યશ કરવો, તેના નામ પર દાન અને વિધાનના જપ-તપ કરવા,આ પ્રમાણે પ્રત્યેક વારથી સંબંધ દેવની પૂજાનું અલગ ફળ હોય છે.
Shiv Puran in Gujarati - વિઘેશ્વરસંહિતા 1

સુતજી કહે છે કે દેવ યશ આદિથી પરિપૂર્ણ ઘર સુખ-શાંતિદાયક હોય છે. ઘરથી દસ ગણુ કોષ્ઠ,કોષ્ઠથી દસં ગણુ તુલસી અથવા પીપળાની નીચેનુ સ્થળ તેનાથી દસ ગણુ મંદિર તેનાથી દસ ગણુ કાવેરી, ગંગા વગેરેનું તિર્થ,સમુદ્ર કિનારો પર્વત શિખર પર પૂજન કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે.પુજા માટે જેટલુ સુરમ્ય સ્થળ હોય,પ્રાક્ટિક સંપતિ હોય, તેટલી જ શુધ્ધ મનથી થનારી પુજાનું ફળ મળે છે.સુતજી કહે છે કે યુગ પ્રમાણે ફળ પ્રાપ્તિના અંશમાં વધારોઘટાડો થતો રહે છે. સત્તયુગમાં પુર્ણ ફળ, ત્રેતામાં એક તૃતિયાંસ અને દ્દવપરમાં અર્ધફળ પ્રાપ્ત થાય છે કલિયુગમાં આ પ્રમાણ એક ચર્તૂયાંસ રહી ગયુ છે, પરંતુ શુધ્ધ હદયથી કરેલુ પૂજન પુરૂ ફળ આપે છે.

કેટલાક ખાસ દિવસોમાં પુજાનું કળ વધારે મળે છે સામાન્ય દિવસના પ્રમાણમાં રવિ સંક્રાતિના દિવસોમાં દસ ગણુ, તુલા અને જોષ સંક્રાતિના દિવસોમાં તેનાથી વધારે દસ્સ ગણુ અને ચંદ્રગ્રહણમાં તેનાથી પણ દસ ગણુ તથા સૂર્ય-શ્રહણમાં સૌથી વધારે ફળ મેળવી શકાય છે સૂર્યચ્રહણ પુજા માટે સર્વોત્તમ સમય છે. સુતજને મુનિઓએ પૂછ્યું કे મહાત્મન તમે શિવજીની પાર્થિવ પુજાની વિધિ બતાવવાની કૃપા કરશો તેના પર સુતજી બોલ્યા હે મુનિઓ! હું તમને

ર્તી- પુત્ર વગેરે પ્રાપ્ત કરાવાવાળુ,અકાળ મૃત્યુને દુર કરનાર, ધન-ધાન્ય આપનારા વિધાન બતાવુ ધું સ્વયં નિર્મિત શિવલિંગ પર એક શેર, દેવતાઓ દ્વારા બનાવેલા શિવલિંગ પર ત્રણ સેર સ્વયં પ્રગટ શિવલિંગ પર પાંચ સેર અન્નનો નૈવેધ ચઢાવવો જોઈએ.લિંગનું પ્રમાણ બાર આંગળ પહોળુ અને પચીસ આંગળ લાંબુ છે. આ પ્રકારે પાર્થિવ રૂપથી કરવામાં આવેલી લિંગ પૂજા બધા યોગ્ય ફળ આપનારી છે.

આ બધા બિંદુ નાધત્મક છે શક્તિનું નામ બિંદુ અને શિવનુ નામ નાદ છે આ બંનેનો સમન્વય શિવલિંગ છે અને શિવજના સમાવિષ્ટ થતો હોવાને કારણે યોનિ અને લિંગ બંને રૂપ માતા અને બિંદુ રૂપ પિતા નાદની પુજા કરવાથી પર આનાદની પ્રાપ્તિ થાય છે.આદિત્યવારના દિવસે છાણ, ગૌમુત્ર, ગાયનુ દુધ ઘી અને મધ મેળવીને શિવલિંગને સ્નાન કરાવીને નૈવેધ અર્પણ કરવુ જોઈએ.

સુતજી બોલ્યા-હે મુનિઓ! પ્રકૃતિમાં આઈ બંધન હોય છે પંચન્માત્રા અને બુધ્ધ ગુણાત્મક અહંકારમાં બંધાવાને કારણે આત્મા જીવ કહેવાય છે જીવ દેહાત્મક છે અને તેની ક્રિયા કર્મ છે કર્મનું ફળ હોય છે અને કર્મનું ફળ મેળવવા માટે વારે-વારે શરીર ધારણ કરવુ પડે છે. શરીરના ત્રણ રૂપ સ્થૂથ,સુક્ષ્મ તથા કારણ શરીર આત્માના ઉપભાગનો આધાર છે. કર્મની રજજુ સાથે બંધાયેલુ આ શરીર ચક્રવત ફરતુ રહે છે જીવનું આ બંધન શિવજીની પુજાથી જ દુર થાય છે શિવલિંગમાં મન, વચન અને કર્મથી આસ્થા રાખીને કરેલી પૂજાથી મનુષ્ય શિવ રૂ૫ અને આત્મારામ થઈ જાય છે.

મુનિઓએ પૂછ્યું કે લિંગ વગેરેના ભેદથી પુજાનુ વિધાન શું છે? ત્યારે સુતજીએ બતાવ્યું કે-સૌથી પહેલા પ્રણય લિંગ છે એ સ્થૂથ અને સુક્ષ્મ બંને છે અને તેને જ પંચાક્ષર કહેવામાં આવે છે. પૃથ્વીના વિકાસથી પાંચ લિંગ કહેવામાં આવ્યા છે.

સ્વયંલિગ :- દેવતા અને ઋષિઓના ફળસ્વરૂપ પૃથ્વીને ફાડીને પ્રગટ થનારા લિંગને સ્વયંલિંગ કહેવામાં આવે છે.
બિંદુલિંગ :- તેને પૃથ્વી વગેરેની વેદિકા પર પ્રણવ મંત્રથી લખવામાં આવે છे.
પ્રતિષ્ઠિત :- એક પાત્રમાં રાખીને ઘરમાં સ્થાપિત કરવામાં આવેલું લિંગ
ચરલિંગ :- દરેક પુજા કાળમાં બનાવવામાં આવેલુ અને પછી વિસર્જત કરવામાં આવેલુ લિંગ
ગુરુલિંગ :- ગુરૂ દ્વારા પ્રતિષ્ઠાપિત કરવામાં આવેલુ શિવ રૂપ લિંગ ભક્તોએ

બધા કાર્યોની પહેલા ગણેશજીની વંદના કરવી જોઈએ અને પછી દૈહિક, દૈવિક, ભૌતિક તાપોને દુર કરવા માટે વિષ્ણુનુ પુજન કરવુ જોઈએ. ત્યારબાદ શિવજનો મહાત્મિષેક કરી તેને નૈવેધ સમર્પિત કરી બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ એક લાખ મંત્રો દ્વારા શંકરને નમસ્કાર કરી ૧૦૮ મંત્રો દ્વારા દ્વારા સુર્યને નમસ્કાર કરવા જોઈએ. શિવજીની ક્રા દ્રષ્ટી મેળવવા માટે પોતાને બિલકુલ આકિંચન સમજીને વિનંતી કરવી જોઈએ.

મુનિઓએ સુતજને પ્રાર્થના કરી કે પાર્થિવ મહેશ્વરી મહિમાનુ વર્ણન કરો. જે તેમણે વ્યાસજના મોંએથી સાંભળ્યું સુતજી બોલ્યા પાર્થિવલિંગ સૌથી श्रेष્ઠ છે દેવતા, ઋષિ, મનુષ્ય ગંધર્વ,સર્પ અને સ્વયં બ્રહ્મા તથા વિષ્ણુ પાર્થિવ મહંશ્વરની પુજાથી પૂર્ણ કામ થયા છે જે રીતે નદિઓમાં શ્રેષ્ઠ ગંગા છે મંં્રોમાં શ્રેષ્ઠ ઓમકામ છે. વર્ણોમાં બ્રાહ્મણ પુરીઓમાં કાશી છે અને શં્्િિઓમાં દેવી શક્તિ શ્રેષ્ઠ છે એજ રીતે પાર્થિવ મહે શ્વર સૌથી વધારે શ્રેષ્ઠ અને પૂજનીય છે પાર્થિવ મહેશ્વરની પુજી કરનારો ભક્ત શિવલોકનો વાસી થાય છે અને જે બ્રાહ્મણ થઈને પણ પાર્થિવ મહેશ્વરની પૂજા નથી કરતો તે નર્કમાં જાય છે.

પાર્થિવ મહેશ્વરની સંખ્યા ઈશ્છા પ્રમાણે માનવામાં આવે છે વિદ્યા મેળવવા માટે સહસ્ત તથા ધન-વર્ત મેળવવા માટે પાંચસો પાર્થિવ મહેશ્વર બનાવી તેનુ પુજન કરવુ જોઈએ. આ રીતે પૂજા કરવાથી બ્રાહ્મણ અને ઋષિના શાપથી પીડિત વ્યક્તિ પણ ત્રિજગન્મયી, અષ્ટમૂર્તિ-શર્વ, ભવ, રૂદ્ર,ઉચ્ર, ભીમ, ઈશ્વર મહાદેવ, પશુપતિની પૂજા કરવાથી શાપ મુક્ત થઈને ભગવાન શિવના સાયુજયને મેળવે છે મુનિઓએ શિવપુજનના અન્ય સાધારણ અને વિધાનાને જાણવા ઈચ્છયા તો સુતજી બોલ્યા ભક્તે પવિત્ર સ્થાનેથી મેળવેલી માટીમાંથી પિંડ બનાવે પિંડ બનાવતા પહેલા તેને પાણીથી શુધ્ધ કરી લો અને પાર્થિવ મહેશ્વરની રચના કરવી

ॐ નમ:શિવાય મંત્રથી પુજાની સામચ્રીને શુધ્ધ કરો, ભુરक્ષી મંત્રથી સિધ્ધ કરો અને આયોસ્માન મંત્રથી જળના સંસ્કાર કરો નમ:રૂદ્રથી સ્કટિકબંધ કરો અને નમ:કરીને પંચામૃતથી પ્રોક્ષણ કરો તથા નમો નીલગ્રીવાય મંત્રથી મહેશ્વરની પ્રતિષ્ઠા કરો અને એત તે રૂદ્રાય મંત્રથી સુંદર આસન સમર્પિત કરો નમો:મહાન્તમ મંત્રથી યાતેરૂદ્ર ઉચ્ચારણ કરતા પાર્થિવ મહેશ્વરને આસન પર બેસાડો. ત્યારકાદ આ મંત્રથી સ્નાન રૂદ્ર ગાયત્રીથી અર્ધ્ય અર્પિત કરો પછી દધિકાદયો ધૃતયાવ:પૃથિવ્યામ મંત્રથી દહીં, ઘી અને દુધથી સ્નાન કરાવો આ રીતે વેદ વિધિથી પાર્થિવ લિંગની પુજા કરો.

આ વિધિ અપેક્ષા કરતા અઘરી છે તેથી જ એક સાધારણ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે સુતજી કહે છે કે શિવના ભક્ત હર, શંભુ, શૂલપાણિ શિવ, પશુપતિ વગેરે અનેક નામોનુ સ્મરણ કરીને માટીથી શિવલિંગની રચના કરો પછી સ્નાન-પુજન કરાવી ક્ષમા-યાચના કરો તથા ઍँ નમ:શિવાય નો જાપ કરતા શિવજીનુ ધ્યાન કરો. હાથમાં ફુલ અને અક્ષત લઈને ભગવાન શંકરને આ રીતે પ્રાર્થના કરો કे હે શિવ!હું તમારો જ છું. કારણ કे તમારામાં જ મન લગાવ્યું તમે વેદો, શાર્રોર, ઋષિઓ દ્વારા પણ અગમ્ય અક્ષેય છો. હું તમારી મહિમાનો પાર કેવી રીતે પામી શકુ. અજાન અને જાન મથી મેં જે પણ તમને ભક્તિ સમર્પિત કરી છે. તે તમારી જ કૃપાનુ ફળ છે. તમે મારી રક્ષા કરો હું તમારો શરણાગત છું.

આ પ્રમાણે વિનઆ્ર પ્રાર્થના કરી ભક્તે શિવલિંગની પ્રદક્ષિણા કરવી અને શિવલિંગનું વિસર્જન કરવુ સત્યવૃત્તિ આચરવાના શિવભક્ત માટે નૈવેધ ચ્રાહય નથી શિવ નેવૈધના દર્શન માત્રથી પાપ દૂર થઈ જાય છે તેનુ ભક્ષાણ કરવાથી તો પુણ્ય પ્રાપ્ત થાય છે.શિવભક્તે ખુબ શ્રધ્ધાની સાથે શિવ નૈવેધનું ભક્ષણ કરવું જોઈએ. હા જયાં પવિત્રતા અને સાતવિકતા નથી અને જયાં ચાંડાલો નો અધિકાર છે જો ત્યાં કોઈ નેવૈધ ભક્ષણ કરવુ નથી તો તેને માફ કરી શકાય છે. એકવાત એ પણ જાણી લેવી જોઈએ કે બાણલિંગ,લોખંડલિંગ,સિધ્ધિલિંગ અને સ્વયંભૂલિંગમાં તથા સંપૂર્ણ પ્રતિમાના પૂજનમાં ચાંડાલોનો અધિકાર નથી એ સાથે બીલી મહાદેવજીનું રૂપ છે. બીલીપૂજામાં શિવજીનો જળથી અભિષેક કરવાવાળો ભક્ત બ્રાભ્મણને ભોજન કરવવાવાળો ભક્ત અનંત સુખ અને વિભૂતિને પ્રાપ્ત કરે છે.

મુનિઓએ રદ્રાક્ષના મહિમા વિશે જણાવવા માટે સૂતજીને વિનંતી કરો સૂતજીએ કહ્યું, રદ્રાક્ષ વિભૂતિ અને શિવજીનું નામ આ ત્રણેનું ફળ ત્રિવેણી ફળ સમાન માનવામાં આવ્યું છે. જે ભક્ત શિવનું નામ સ્મરણ કરે છે, રૂદ્રાક્ષ ધારણ કરે છે અને ભસ્મને પોતાના શરીર પર ધારણ કરે છે તેવા પાપનાશક અને પુણ્યદાયક ભક્તના રૂપમાં બીજાને પણ પુણ્ય પ્રામ્ કરાવે છે. આવા ભક્તના દર્શન ત્રિવેણીના દર્શન સમાન હોય છે. શિવજીના અનેક નામોમાં સુરસરિ,વિભૂતિ,સૂર્યતનયા, યમુના, રૂદ્રક્ષભાગીરથી અને તમામ પાપો નષ્ટ કરવાવાળી સરસ્વતી છે.

ભસ્મતીર્થ રૂપ છે. મહાભસ્મ અને સ્વલ્પ ભસ્મ તેના બે રૂપ છે શ્રોતસ્યાર્ત અને લૌકિક ભેદોથી મહાભસ્મ કેટલાય પ્રકારની હોય છે. આજ પ્રમાણે સ્વસ્થ ભસ્મના પ્રકારો હોય છે. બ્રાહણો માટે શ્રોત અને સ્માત તથા અન્યો માટે લૌકિક ભસ્મ ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે છાણથી યુક્ત ભસ્મ અગ્નેય કહેવામાં આવે છે અને તેનાથી પણ ત્રિપુઠ બનાવવું જોઈએ. ત્રિપુંડમાં

Leave a Comment